________________
અશોકનું પૂર્વજીવન.
[ ૪૭ ]
પાશ્ચાત્ય ઇતિહાસ-લેખકોએ પણ એટલું તો સ્વીકાર્યું છે કે પહેલાં અશોક ઘણે ઘાતકી હત–સ્વછંદી અને ઉદ્ધત પણ હતો. પરંતુ બૌદ્ધ ગ્રંથમાં વર્ણવેલી ઘણીખરી હકીકતને તેઓ રંગ-રોગાન જેવી ગણી, અમાન્યની કોટીમાં મૂકે છે.
કલિંગ-યુદ્ધ સમ્રાટ અશોકની મનોવૃત્તિ બદલી નાખી હશે -હદયપલટ ઉપજાવ્યો હશે એ વાતની સામે ભલે આપણે વધે ન લઈએ, પણ એમાં એનું રાજનૈતિક ડહાપણું નહીં હોય એમ કેમ કહેવાય?
સહરાના રણમાં ભૂલા પડીને રઝળતા–પાશુપાણું ઝંખતા મુસાફરને કોઈ પાણીની અને ટાઢા છાયાની વાત કરે તો તે હર્ષથી પ્રફુલ્લિત થયા વિના ન રહે. શાંતિ, ક્ષમા, ધર્મની વાતમાં પણ એવીજ મોહિની ભરી છે. રોજે રોજની રાજક્રાંતિએ, ખુનામરકીઓ અને જુલમની ઝડીઓથી થાકીને નિરાશ બની ગએલી પ્રજાને જ્યારે કોઈ એવી વાતે ઊંચે સાદે–પર્વતના શિખરે ઊભો રહીને સંભળાવે ત્યારે પ્રજા પણ મેઘદર્શન જોઈ નાચી ઉઠતા મયુરની જેમ કેકારવ કરી મૂકે એ અસંભવિત નથી. અશોકની શિલાલિપિમાં આલેખાયેલાં અભય વચને, યુદ્ધ-વિગ્રહની અશાંતિમાં ફફડતા જીને એ વખતે એટલા જ આશિર્વાદરૂ૫ લાગ્યાં હશે. આવાં અભયવચનમાં, સર્વસત્તાધીશ સમ્રાટની કોઈ ચાલબાજી હોય એમ કદાચ કઈ કહે તે પણ એ વખતે ન મનાય.
પ્રજાને શાંતિ જોઈતી હતી, સુશાસન જોઇતું હતું, સંરક્ષણ અને સ્વાતંત્ર્ય જોઈતું હતું તે બધું અશકે મુક્તકંઠે-ઉદાર હાથે આપ્યું. મૌર્ય સામ્રાજ્યના સમ્રાટ-અશોકમાં પ્રજાએ કોઈ દેવાંશી અવતારની કલ્પના કરી. જનહિતના છૂટાછવાયા છતાં પદ્ધShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com