________________
(૭) રાજાશયનું પરિણામ બે મહતી સેનાઓની મધ્યમાં પોતાને આવી ભરાયેલો જોઇને અર્જુનનાં ગાત્ર કંપ્યાં હતાં-મેમમાંથી પસીને છૂટ હતો. એણે એને વૈરાગ્યને રંગ તે ઘણય લગાવ્યો, પણ શ્રી કૃષ્ણ વૈરાગ્યની વાણીમાં છુપાઈ રહેલું અર્જુનનું હદયદૌર્બલ્ય જોઈ લીધું. કલિંગવિજયમાંથી પાછા ફરેલા સમ્રાટ અશોકને જે કંઈ શ્રી કૃષ્ણ ભેટયા હતા તે એને આ ધર્મવિજયની વાણી પ્રચારને જોઇને કહેત કે “હે અશોક ! કલિંગના ઉદ્યાનમાં મુડદાઓના ઢગ ખડક્યા પછી તું ધર્મ, શાંતિ, ક્ષમાના જે સૂત્ર અને સિદ્ધાતે ઉચ્ચરી રહ્યો છે તેમાં સામ્રાજ્યવાદના સમર્થન સિવાય બીજું શું બન્યું છે? તારે તારું મૌર્ય સામ્રાજ્ય ટકાવી રાખવું છે એટલે જ તને શાંતિ અને વિરાગનું અવલંબન ગમે છે. ચોર-લૂંટારા અને શિકારીઓ પણ બીજાનું સર્વસ્વ પડાવી લીધા પછી શાંતિ અને ક્ષમા જ છે છે. તારા અંતરતમ મનભાવનું પૃથક્કરણ કરી લેશે તે તેને પણ એમ જ લાગશે.”
સમ્રાટ અશોકને એવી સીધી અને સાચી વાત સંભળાવના કેઈ ન મળ્યું. એની આસપાસ જે શમણે–સંસારત્યાગીએ અને ધર્મપ્રચારક હતા તેઓ પણ ઘણા વખતથી આવા જ ધર્મના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com