________________
(૧૨) યુવીર, ધર્મવીર ભિખુરાજ
દક્ષિણ કોશલની પશ્ચિમે-કલિંગના સીમાડે, ઉત્તર-પશ્ચિમ દિશામાં મૂષિક નામને એક દેશ હતે. મૂષિકે કલિંગવાસીઓને ત્રાંસી નજરથી જોતા-કલિંગના વેપારીઓ વિગેરેની વખતોવખત અવગણના કરતા. એક દિવસ એ હતું કે કલિંગને માથે કઈ ધણી ધરી હતું. પણ ખારવેલના રાજ્યાભિષેક પછી એ સ્થિતિ છેક પલટાઈ ગઈ હતી. કલિંગના એક વેપારીનું અપમાન, કલિંગપતિ પતે કલિંગ સમસ્તનું અપમાન સમજતા. ખારવેલને જ્યારે એમ કહેવામાં આવ્યું કે મૂષિકમાંથી જતા-આવતા કલિંગના વેપારીઓ પાસેથી મૂષિકે ભારેમાં ભારે દાણ માગે છે અને જો સહેજ પણ આનાકાની કરવામાં આવે છે તે મૂષિકે જુલમ ગુજારવામાં પાછું વાળને નથી જોતા, ત્યારે એ પાડોશીને પજવનારા મૂષિકેને પહેલી તકે સીધા દેર કરવા જ જોઇએ એમ ખારવેલને લાગ્યું.
મૌર્ય સામ્રાજ્યના પાટનગર ઉપર આક્રમણ કરવાનાં-મૌર્ય સત્તાને એના પાપનું પ્રાયશ્ચિત કરાવવાનાં સ્વપ્ન એ નીહાળી રહ્યો હત તે જ વખતે ભિખુરાજ-ખાવેલને આ મૂષિક જેવા એક સામાન્ય શત્રુ ઉપર હુમલે લઈ જવાની ફરજ પડી. કલિંગ, આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com