________________
પટરાણી ઘુસી
[ ૮૯ ]
ધુસીએ તત્કાળ દેડી જઈ, મહારાજા ખારવેલને જાગૃત કર્યા. એક ઘડીને પણ જે વિલંબ થાય તે કાં કલિંગપતિ આગના ભડકામાં લપેટાઈ જાય અને નાસવા જાય તે મારાઓના હાથમાં સપડાઈ જાય. એક તરફ ભારાઓની સાથે ઝૂઝવા ઉત્સુકતા ધરાવતી ધુસીએ બીજી તરફ મહારાજા ખારવેલને મહેલમાંથી એકદમ નાસી છૂટવાની સૂચના દઈ દીધી. સંધીની વષ્ટિ ચલાવનાર દીરમનું આ એક ભયંકર કાવતરૂ હતું, એમ ખારવેલ પોતે પણ તરત જ સમજી ગયા. એટલામાં તો ધુસીના બીજા સેબતીઓ ત્યાં આવી ચડ્યા. દીરમની આખી કપટજાળ ખુલ્લી પડી ગઈ.
ઘુસીની જાગૃતિ અને સાવધતાએ ખારવેલને બચાવી લીધે. પણ દીરમના છુપાઈ રહેલા માણસોએ, ઉંઘમાંથી એકદમ ઝબકી ઉઠેલા નિશસ્ત્ર જેવા આ ખાલ ઉપર જે પ્રહાર કર્યા તેને લીધે ખારવેલને આ અજાણ્યા પ્રદેશમાં થેડે વધુ વખત રેકાઈ રહેવું પડયું. ઘવાયેલા ખારવેલની સેવા-સુશ્રષાને બધે ભાર એક માત્ર ધસીએ જ ઉપાડી લીધા હતા. ધુસીની સેવાના પ્રતાપે ખારવેલ ફરી પિતાનું આરોગ્ય મેળવી શકો. દીરમને પદભ્રષ્ટ કરી તેણે ઘુસીના ભાઈને એ પ્રદેશ સે .
આ એક જ ઘટનાએ ખારવેલને ઘુસીને સંપૂર્ણ પરિચય કરાવી દીધું. પૂર્વભવનાં પુણ્ય જાણે ઘુસીની આકૃતિ ધરીને આવ્યાં હોય એમ એને થયું. એ પછી ખારવેલે ધુસીની સાથે ગાંધર્વવિધિથી લગ્ન કર્યા. ઘુસી કલિંગપતિ ખારવેલની પટરાણું બની.
વૈકુંઠ ગુફાની એક ભીંતમાં, માત્ર અઢી લીંટીઓને એક લેખ મળી આવ્યો છે તેમાં આ પટરાણુ યુસીએ પિતાને થડે
પરિચય કરાવ્યો છેઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com