________________
[ ૧૦૦ ]
કલિંગનું યુદ્ધ ને મહામે વાહન મહારાજ ખારવેલ,
સંતાન બુધરાજના સમયની સ્થિતિ જોતાં કલિંગ, પાડોશી રાજ્યોને મન નધણુયાતું ખેતર થઈ પડયું હતું. ભિખુરાજને જે વારસો મળે હતો તે પણ કોઈ યુવરાજને ઈષ ઉપજાવે એવો નહતો.
કલિંગના દર્દ,ભિખુરાજ જેવા એક સહદય, જન્મથી જ કળાપ્રેમી યુવાનના અંતરમાં તોફાન જગાવ્યું. કમનસીબે એણે પિતાને વર્ષના અનુક્રમવાર જે સાધનાને ઇતિહાસ આપ્યો છે તે કેટલેક અંશે ક્ષીણ થઈ ગએલો હોવાથી બરાબર સમજાતો નથી; તોપણ એને જીવનક્રમ અને વેગ સમજવામાં એ બહુ સહાય કરે છે. ધ્યાનપૂર્વક વાંચનાર કોઈ પણ અભ્યાસી એમાંથી આટલું તે અવશ્ય સમજી શકે કે સમ્રાટ ખારવેલ, સમ્રાટે અને મહારાજાએની પરંપરામાં મહાન કલારસિક હતો. લલિતકળાઓની સહાયથી એણે પ્રજાને પિતાની શક્તિનું ભાન કરાવ્યું ઃ શિથિલ બની ગએલા પ્રજાના ગાત્રામાં ઉલ્લાસ અને ઉત્તેજનાની સ્વાભાવિક ઉષ્ણુતા વહાવી.
કલિંગની જીર્ણ ઈમારતો-કિલ્લાઓ, નહેરે વિગેરેને સમરાવતો, પ્રજાના આનંદ-ઉત્સવોમાં સામાન્ય પ્રજાજનની જેમ ભમતે અને મેટા સૈન્યને દ્વીપાંતરમાં ઉતારતે આ યુવાન ભિખ્ખરાજ, જાણે કે નામશેષ બનેલા વૈશાલીના બળવાન અને રસિક લિચ્છવી કુમારની જમાતને જ કોઈ સંદેશવાહક હેય એવું ચિત્ર આપણી આંખ આગળ રમી રહે છે.
ભ૦ મહાવીર અને ગૌતમબુદ્ધના સમયની વૈશાલી તથા ત્યાંના પ્રજાસત્તાક જેવા રાજ્યમાં સંપૂર્ણ સ્વાતંત્ર્ય તથા સમૃદ્ધિને ભોગપભોગ કરનારા લિચ્છવીઓ, પ્રાચીન ઇતિહાસના પાઠકથી અપરિચિત નથી. ગૌતમબુદ્ધે જ એક વાર આ કદાવર, કસરતી અને ભક્તિનમ્ર લિચ્છવી યુવાનોને જોઈને કહેલું કે “ આનંદ, દેવલોકના દેવબાળ ન જોયા હોય તો આ લિચ્છવી યુવાનને જોઈ લે! ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com