________________
[ ૧૦૬ ].
કલિંગનું યુદ્ધ યાને મહામે વાહન મહારાજ ખારવેલ,
અંગ અને વૈશાલીની સીમાઓની બહાર, કલિંગ સુધી પ્રસર્યા હોય અને એ બીજ ફાલતા-કૂલતા સમ્રાટ ખારવેલના રૂપમાં એની સંપૂર્ણતાએ પહોંચ્યા હોય તે અસંભવિત નથી.
વર્ષની કાલગણનાની દૃષ્ટિએ જ ઈતિહાસનું અવલોકન પર્યાપ્ત નથી. ભાવ અથવા અંત:પ્રવાહનાં બળ પણ રાષ્ટ્રના ઘડતર, વિકાસ વિગેરેમાં ઘણું મહત્વને ભાગ ભજવે છે. કાળના હિસાબે, પેઢીના આંતરાની દૃષ્ટિએ એક બીજા વંશ વચ્ચે ગમે તેટલું અંતર હોય તો પણ ભાવષ્ટિ, ઘણી વાર બે પૃથક-ભિન્ન વસ્તુઓને પાસે પાસે લાવી મૂકે છે.
કરવું અને ખારવેલ-ભિખુરાજ વચ્ચે કાળનું ભલે મેટું આંતર રહ્યું, પણ ખારવેલમાં ગણતંત્રને જે વારસે ઊતર્યો છે તે તેની અનેકવિધ પ્રવૃત્તિઓમાં બરાબર ઝળકી રહે છે. વૈશાલીના માતૃવંશના સૂક્ષ્મ સંસ્કારોને એ સાક્ષાત્કાર ન હોય ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com