Book Title: Kaling Chakravarti Maharaja Kharwel
Author(s): Kashiprasad Jaiswal
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 159
________________ કરકં કલિંગેષ [ ૧૦૩ ] ગંધ હાથીએાને મદોન્મત્ત બનાવી મૂકે છે. અહીં પણ એવું જ બન્યું. વર્ષાઋતુને પ્રારંભ થઈ ચૂકે હેવાથી પૃથ્વીના અંતરમાંથી છૂટતી માદક હવાએ, પટ્ટહસ્તીનું માનવંતુ બિરૂદ ધરાવતા રાજાના આ માનીતા હાથીને ગાંડાતૂર બનાવી દીધો. દધિવાહને તો, ઝાડની એક ડાળી પકડી પિતાને જીવ બચાવી લીધે. પણ અંતઃપુરમાં જ વસનારી રાણી પદ્માવતીને, પીઠ ઉપરના એકાદ ફુલની જેમ ઉછાળો એ હાથી દૂર-અતિ દૂર અરણ્યમાં નીકળી ગયો. તપાસ કરાવવા છતાં રાણીને કંઈ પત્તો ન લાગ્યો. દધિવાહન અને પદ્માવતી છુટા પડી ગયા. એક સરોવર પાસે ઉન્મત્ત હાથી સહેજ નરમ પડે. પદ્માવતી પણ હાથીની પીઠ ઉપરથી નીચે ઉતરી. આસપાસ નજર કરી તો અરણ્ય સિવાય જનમાનવ જેવું કંઈ જ ન જણાયું. પગ લઈ જાય ત્યાં જવું એમ ધારી એ હિમ્મતથી આગળ ચાલી. એટલામાં એક આશ્રમ આવ્યો. અહીં એક તપસ્વી રહે હતો. રાણીએ પિતાને વૃત્તાંત સંભળાવ્યા. તપસ્વી કોઈ એક વખતે ચેટકને મિત્ર હતો. ભૂખી-તરસી-થાકેલી પદ્માવતીનો સારો સત્કાર કરી, એણે પાસેના વસતી–સ્થાનને રસ્તો બતાવ્યો. થોડે દૂર સુધી એ રાણીની સાથે પણ ચાલે. અરણ્યની બહાર આવી તપસ્વીએ કહ્યું : “ પુત્રી, હળથી ખેડેલી ભૂમિ ઉપર ચાલવાને અમારો આચારધર્મ નથી, તેથી હવે હું આટલેથી જ પાછો વળું છું. તું નિર્ભયપણે આ દંતપુર નામના દેશના માર્ગે ચાલી જા ! ત્યાં કઈ સારે આશ્રય તને મળી જશે.” પદ્માવતી દંતપુરમાં પહોંચી તો ખરી, પણ અહીં ભરી વસતમાં કેને ત્યાં જઈને ઊભું રહેવું ? ફરતી ફરતી એ એક ઉપાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186