________________
[ ૯૪ ]
કલિંગનું યુદ્ધ ચાને મહામેધવાહન મહારાજ ખારવેલ
ઉપરથી એમ લાગે છે કે એ સમયે મગધ, મથુરા અને બંગાળમાં નિમ્ર, શ્રમણ સંધને આહાર-વિહારની અથવા તો સંયમનિર્વાહની જેવી જોઇએ તેવી અનુકૂળતાએ નહિ મળી શકતી હોય. ખારવેલે એ અગવડા અને અંતરાયે। દૂર કર્યાં. શ્રમણા પ્રત્યેની પ્રાર્થનામાં એ એમ કહેવા માગે છેઃ “ આપ નિઃશંકપણે દેશેદેશમાં વિચરે. આપના રાહુ નિષ્કંટક અને અને આપના સંયમધનું સ`રક્ષણ થાય એ જવાબદારી મારા માથે છે.”
ખાર–બાર વર્ષના લાંબા અને ત્રાસદાયક દુકાળા પછી જૈન સાધુ તેમજ ખીજા ઉપદેશકેાએ આ સ્થાનના ત્યાગ કર્યાં હોવા જોઇએ. અને ખરૂ કહીએ તે જ્યાં લેાકેાને પેાતાને પેટ પૂરતુ ખાવાનું ન મળતું હોય ત્યાં સાધુએના સત્કાર સભવે જ શી રીતે? મગધ અને એની આસપાસના પ્રદેશામાં આવા દુષ્કાળેા વખતે વખત પડતા હેાવા જોઇએ. કલિંગાધિપતિ ભિખ્ખુરાજના સમયમાં જૈન શ્રમણાને કલિંગ તથા મગધમાં કરી સારા આશ્રય મળ્યો,
જૈન સાધુએ વિગેરેના નિવાસની અનુકૂળતા અર્થે ખારવેલે કુમાર–કુમારી પર્વતમાં કેટલીક શુક્રાએ પણ અનાવરાવી છે. નિ^થ શ્રમણા અને આજીવિક જેવા સંપ્રદાયના સાધુઓ માટે તેણે ખાસ આ ગુફાઓ બનાવી. શ્રમણા પેતે પણ એ વાત જાણતા. સામાન્યતઃ શ્રમણ પેાતાને માટે નિમેલા મકાનમાં રહી શકે નહીં, છતાં ખારવેલે બનાવેલી ગુફાઓમાં જૈન સાધુએએ રહેવાનું કેમ પસંદ કર્યુ હશે ? એને એક જ ઉત્તર સંભવે છે. થાડે! અપવાદ વેઠી લેવા સિવાય શ્રમણુસંધને સારૂ બીજો કોઇ મા નહીં રહ્યો હોય. કાં તે। સાવ ભૂંસાઈ જવું, અને નહીંતર નજીવા ચેડા અપવાદની મધ્યમાં થઈને ગમે તેમ કરીને ખચી રહેવું. કલિંગરાજના પ્રતાપે, ગુફાઓમાં વસતા સન્માનનીય શ્રમણાએ, એ રીતે ભારે કટાકટીના સમયમાંથી જૈન ધર્મને બચાવી લીધેા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com