________________
[ ૯૨ ]
કલિંગનું યુદ્ધ યાને મહામેઘવાહન મહારાજ ખારવેલ.
શરીરનું સત્વ ચુસી લીધું હતું. બીજું, સિંહપથના કાવત્રાએ દેહની છેલ્લી શક્તિ ઘણેખરે અંશે ભરખી લીધી હતી. કલિંગમાં આવ્યા પછી પણ મહારાજા ખારવેલે પૂરેપૂરે આરામ લીધે હોય એમ નથી લાગતું.
જૈન શ્રમણની એક મોટી પરિષદ આ મહારાજા ખારવેલના સમયમાં કુમારી પર્વત ઉપર મળી હતી. એ પરિષદ, ખરી રીતે ખારવેલે જ મેળવી હતી. અપ્રતિબદ્ધભાવે વિહરતા અને ઠેર ઠેર ઉપદેશનો પ્રકાશ પાથરતા શ્રમણને આમંત્રવા-આમંત્રણના સંદેશ પહોંચાડવા એ, તે સમયમાં બહુ દુર્ઘટ કાર્ય ગણાતું. ઉપરાઉપરી દુકાળો અને રાજક્રાંતિઓને લીધે શ્રમના પરસ્પરના સંબંધ પણ સંભવિત છે, કે બહુ ક્ષીણ થઈ ગયા હોય. અવકાશ મેળવીને ખારવેલે, શ્રમણ સંઘના ધુરંધરને નમ્રભાવે કલિંગની ભૂમિમાં સત્કાર્યા.
આ પરિષદ્ માત્ર શ્રમણનાં દર્શન અર્થે મહારાજાએ બેલાવી હેત તો તે આટલી યાદગાર ન રહી જાત. પરિષદ બેલાવવામાં એનો ખાસ હેતુ હતો. અશકે પણ એના સમયમાં આવી બૌદ્ધશ્રમણની એક સભા ભરી હતી.
શ્રમણે જ એલાતા જતા જ્ઞાન–દીપકને મહામહેનતે જાળવી રહ્યા હતા. સ્થવિરે, શ્રમણે પોતે જ વિદ્યાપીઠે હતા. જુદી જુદી પરિસ્થિતિમાં મુકાયેલા આ શ્રમણના મૂળ સૂત્રપાઠ અને આચાર તથા અર્થમાં પણ ભેદ પડે એવો ભય રહેતો હતો. ખારવેલે આગેવાન, બહુશ્રત શ્રમનું સંમેલન બોલાવી એમને સંશોધન કરવાની તથા ભૂલાયેલા–ભૂલાતા સુત્રોની ખૂટતી કડીએ બેસાડવાની વિરલ તક આપી.
આ સંમેલનમાં, એમ કહેવાય છે કે આર્યમહાગિરિની પરંપરાના આર્ય બલિસહ, બેધિલિંગ, દેવાચાર્ય, ધર્મસેનાચાર્ય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com