________________
પટરાણું ધુસી
[ ૮૫ છે.
આવીને રહી હતી. ગ્રામીણ પણ હવે વૃદ્ધ બન્યો હતો. ઘુસીને યોગ્ય પાત્ર નહીં મળી શકવાથી તે મેટી ઉમર થવા છતાં કુંવારી જ રહી હતી.
માતાપિતાની ગોદ ગુમાવી બેઠેલી ધુસીએ ઊંચી ગિરિગુફાઓ અને ગાઢ અરણ્યના ખોળા ખૂંદવા માંડ્યા. કૃષકને એક પુત્ર નહોતે. ઘુસીને એણે પુત્રવત્ ઉછેરવા માંડી. ધુસી પણ પિતે એક રાજકન્યા છે અને અંતઃપુરમાં જ રહેવાને સજાએલી છે એ વાત ભૂલી ગઈ. દુર્ગમ વન–જંગલના વિકટ રાહ અને હિંસક પશુ-પ્રાણુઓ એના રેજના સંગાથી બન્યાં. હાથમાં તીર-કામઠું લઈ એ આખો દિવસ અરણ્યમાં ફર્યા કરતી. કન્યાને ઉચિત એવા સુકુમાર સૌંદર્યથી એ રીતે જો કે એ વંચિત બની, પણ એના વિકસિત અંગેપાંગ અને એની નિર્ભયતા નીરખનારને કન્યાના બાહ્યવેષમાં ખરેખર તે એક યુવાનને જ આત્મા બંદીવાન બન્યો છે એમ લાગ્યા વિના ન રહે. પુરૂષનાં વસ્ત્ર પહેર્યા હોય તો ધુસી રાજકુંવરની ભ્રાંતિ કરાવે.
છાવણને માર્ગ ભૂલેલો ખારવેલ મેડે મોડે મુકામે પહેએ. રાજા કૃષકને એક દૂત ખારવેલની રાહ જોતો ત્યાં ઊભો હતે. તેણે મહારાજાને જોતાં જ પાસે આવીને અભિવાદનપૂર્વક કહ્યું:
આ પાતાલ નગરીને કૃષકરાજ કહેવરાવે છે કે તેઓ પોતાની સેના આપની મદદમાં મોકલવાને તૈયાર છે. બાકી તો તેઓ પોતે એટલા બધા વૃદ્ધ છે કે જાતે આવીને આપની સાથે સમરાંગણમાં ઊભા રહી શકે એમ નથી.”
પણ એકાદ સારે સેનાપતિ તો કૃષકરાજે મે કલો જ જોઈએ.” કૃષક–રાજની સેનામાં એમને પિતાને એક સેનાપતિ હેય તે એ સૈન્યનું યાચિત સંચાલન કરે એવા હેતુથી ખારવેલે રાજાને સ્થાને રાજાના વિશ્વાસપાત્ર સેનાપતિની માગણું કરી . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com