________________
યુદ્ધવીર, ધમવીર ભિખુરાજ
[૭૭]
યા તે આડકતરી ચડી મદદ પહોંચાડી હતી. પિતાની સાથે મિત્રભાવે નહિં વર્તનાર રાષ્ટ્રિકે અને ભોજકોને, ખારવેલે જીત્યા તે ખરા, પણ એ બન્ને દેશને કલિંગમાં ભેળવી દેવાને બદલે અલગ જ રહેવા દીધા–માત્ર એમની પાસે કલિંગનું સાર્વભૌમત્વ સ્વીકારાવ્યું.
પાંચ દેશના વિજયની અને પાંચ-રાજવી સાથે મૈત્રી સંબંધ યોજ્યાની વાત પણ ખારવેલના ઈતિહાસમાં મળે છે. એ પછી એણે વ્યાપારીઓના સંધની સાથે જાવા-બાલી આદિ ટાપુઓમાં પણ પિતાનો વિજયધ્વજ ફરકાવ્યો હોય એવાં પ્રમાણે લાધે છે.
કલિંગની પશ્ચિમ તથા દક્ષિણ તરફનાં ઘણાખરા નાનાં મેટાં રાજ્યને પોતાની તાકાતનો પરિચય આપી, ખારવેલે મગધ ઉપર આક્રમણ કરવાની તૈયારી કરી, મગધ આજે પિતાની પૂર્વ-પ્રતિષ્ઠા ઉપર જ જીવતું હતું. પ્રથમથી જ મગધની ધાક એટલી બધી હતી કે એની સામે સૈન્ય લઈને લડવા જવાની આજ સુધીમાં કેઇની હિમ્મત હોતી ચાલી. સૌને મનમાં એટલી ખાત્રી હતી કે સાધારણ સાધનસંપન્ન કે બળવાનથી મગધને જીતી શકાય નહીં. મગધની સત્તાના મૂળ ઘણું ઊંડા ઉતરી ગયાં હતાં. સામ્રાજ્યના વૃક્ષના થડાં પાન ખરે અથવા તે વૃક્ષ થોડું હલી ઊઠે, તેથી કરીને મગધ-સામ્રાજ્યનું આખું વૃક્ષ મૂળમાંથી ઢીલું પડે-જમીન ઉપર ઢળી પડે એવી દુરાશા તે કોઈ જ હેતું રાખતું. પુષ્યમિત્રે અશ્વમેધ યજ્ઞ કરી, ઉત્તર-દક્ષિણ હિંદમાં પોતાનું ચક્રવર્તીત્વ સ્થાપિત કર્યું હતું. સામ્રાજ્યના ભીતરમાં ગમે તેટલો અસંતોષ હોય, પણ એનો બહારનો દમામ તે કોઈ પણ શત્રુને આંજી નાખે એવો હતો.
મગધને પુષ્યમિત્ર પિતે પણ સેનાપતિમાંથી નરપતિ બન્યો હતે. યુદ્ધ કે બળવાને કેમ પહોંચી વળવું એ વિદ્યા તે એને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com