________________
સમ્રાટ સંપ્રતિ.
[ ૬૧ ]
વાર સાંભળીએ છીએ. મહેકે બૌદ્ધધર્મના પ્રચાર અર્થે રાજવૈભવનો ત્યાગ કર્યો હતો અને કુણાલ એની એક વિમાતાના પ્રપંચનો ભોગ બનવાથી યુવાવસ્થામાં જ ચક્ષુ:ઈદ્રિય ખેાઈ બેઠે હતો. કુણાલને એક પુત્ર હતો અને તે જ આ જૈન સાહિત્યમાં યશસ્વી બની ગયેલા મહારાજા સંપ્રતિ.
સમ્રાટ અશોકને સંપ્રતિ મેટા અવલંબનરૂપ હતા. કુણુલથી તો કંઇ કામ થઈ શકે એમ હતું જ નહીં, તેથી અશકે, પૌત્ર સંપ્રતિમાં રાજપ્રકરણ દક્ષતાના સંસ્કાર સીંચ્યા. દિવ્યાવદાન કહે છે તેમ સમ્રાટ અશોકની હૈયાતીમાં જ સામ્રાજ્યનો સુકાની વસ્તુતઃ સંપ્રતિ જ હતો.
અશોકને જ્યારે એમ લાગ્યું કે પોતે હવે બહુ દિવસ જીવી શકે એમ નથી ત્યારે તેણે રાજભંડાર લગભગ લૂંટાવી દેવાને નિશ્ચય કર્યો. કરોડો રૂપીયા એણે સંધારામ પાછળ ખરચવા માંડ્યા. સંપ્રતિને, રાજભંડારનાં ખાલી તળીયાં જ રહી જશે, એવી બીક લાગી અને પૂરતા ધનસંગ્રહ ન હોય તો આટલું મોટું સામ્રાજ્ય કાચી ઘડીમાં ભાંગીને ભૂકો થઈ જાય એમ પણ તે જોઈ શકે. તેણે પિતામહ-અશોકની આ ઉડાઉગીરી સામે સ્પષ્ટ શબ્દોમાં વિરોધ કર્યો. સંપ્રતિએ જ રાજભંડારને વેડફી જતો બચાવી લીધે. આથી અશકને ભારે આઘાત લાગેલો. પિતાની લાચાર દશા જોઈ અશકે અશુપાત પણ કરેલો, એમ કહેવાય છે.
એ પછી જ્યારે અશોકના આસને કુલ બેઠે ત્યારે પણ રાજધુરાને ભાર તે સંપ્રતિની જ કાંધે હતો. યુગબળ મૌર્ય સામ્રાજ્યની વિરૂદ્ધ હતું-કેંદ્રિય સત્તાના દિવસો ભરાઈ ચૂક્યા હતા. આંધ્ર અને કાશ્મીર, એટલે કે મગધથી બહુ દૂર પડી ગયેલા પ્રાંત કુણાલના સમયમાં જ મગધથી છૂટા પડી ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com