________________
સમ્રાટ સંપ્રતિ.
[ ૬૫ ]
હશે તેમની પાસેથી પુષ્યમિત્રે વ્યાજ શીખે મૂળ રકમ વસુલ કરવાને નિશ્ચય કરેલો હોવો જોઈએ. સ્તૂપના પાયામાં પણ જ્યાં જ્યાં સુવર્ણ દ્રવ્ય હેવાને સંભવ દેખાય ત્યાં ત્યાં પુષ્યમિત્રે એ સ્તૂપના પાયા ખોદાવી નાખ્યાની હકીકત મળે છે.
મગધના આ જુલમની નાનામાં નાની વિગત પણ પાસેના કલિંગમાં પહોંચતી. કોઈ કોઈ વાર અતિશયોક્તિના રૂપ-રંગ પણ ધરતી હશે. બૌદ્ધ તથા જન શ્રમણની વિડંબનાની અનેક વાતે સાંભળ્યા પછી, કલિંગના યુવરાજ ભિખુરાજના મનમાં કેવી વ્યથા થતી હશે ? ભિખુરાજ શ્રમણ અને સાધુઓને ભક્ત હતા–એમની પાસેથી જ એ ઘણું ઘણું વિદ્યાઓ તથા કલાઓ શીખ્યો હતે. શ્રમણો અને સાધુઓ પાસે જ જીવનના અમૂલ્ય દિવસે એણે ગાળ્યા હતા. મગધમાં ભારે અંધાધુંધી વ્યાપી છે, પુષ્યમિત્રે જૈન તથા બૌદ્ધ સાધુઓને પજવવા માંડ્યા છે અને તે ઉપરાંત અંદર-અંદરના કલેશ-કંકાસને લીધે મગધની સત્તા શિથિલ બની છે એ બધું ધ્યાનપૂર્વક તે સાંભળતો. માત્ર કુતુહળની ખાતર નહિ, યોજનાની દૃષ્ટિએએક હિસાબીને છાજે એવી એકસાઈ સાથે તે આ બધું સાંભળતોકેવળ સાંભળી જ રહેતો. મગધના જુલમને બદલો લેવાની હજી એનામાં પૂરી આત્મશ્રદ્ધા હતી જાગી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com