________________
[ ૬૪ ]
કલિંગનું યુદ્ધ યાને મહામેઘવાહન મહારાજ ખારવેલ.
કંઈક ઊંડી આશા પણ રાખતી હશે. માનવીના આયુષની જેમ સામ્રાજ્યના આયુષ વિષે પણ મગધની પ્રજાએ એ વખતે તત્ત્વજ્ઞાનની કંઇ નવી યુક્તિ-પરંપરાઓ ઉપજાવી કાઢી હશે.
પુષ્યમિત્રે આવતાંની સાથે જ ઉપાડો લીધો. હિંસાત્મક યજ્ઞયાગને પુનરુદ્ધાર કરવા એણે મોટા પાયા ઉપર રાજસૂય યજ્ઞ આરંભે. રાજ્યાશ્રિત શ્રમણના ઊંડા મૂળ ઉખેડીને ફેંકી દેવા એણે ઉપરાઉપરી આઘાત કરવા માંડ્યા.
પુષ્યમિત્રે ઘણું બૌદ્ધ તથા જૈન ધર્મારામે જમીનસ્ત કરી નાખ્યા. એ ઉપરાંત બૌદ્ધ શ્રમણ તથા જૈન સાધુનું મસ્તક કાપીને
જે કઈ હાજર કરે તેને તેણે એક સુવર્ણમુદ્રા આપવાનું જાહેર કર્યું. વૈદિક ધર્મપ્રચાર અર્થે શ્રમણે અને સાધુઓની વિડંબના કરવામાં એણે કોઈ પ્રકારની કચાશ રાખી હોય એમ નથી જણાતું. પુષ્યમિત્રના આવા ઝનૂનને લીધે, સમ્રાટ અશક અને મહારાજા સંપ્રતિના સમયમાં ફાલેલાકુલેલા બૌદ્ધ તથા જૈન ધર્મારામે તથા ધર્મનાયકોને કેટલી ભયંકર યાતનાઓમાંથી પસાર થવું પડ્યું હશે તેની કલ્પના થઈ શકશે. આ પુષ્યમિત્રના જુલમે જ જૈન સંધને મગધ છોડીને આસપાસના બીજા પ્રદેશમાં જવાની ફરજ પાડી.
અચળ અડગ લાગતે રાજાશ્રય કેટલો ક્ષણિક હોઈ શકે છે તેનું ભાન શ્રમણ સંઘને પુષ્યમિત્રના શાસને કરાવ્યું. એક વ્યક્તિની કૃપાના આધારે જીવતી ધર્મ સંસ્થાઓ, પુષ્યમિત્ર જેવા ઝનૂનીને એક જ ઝપાટે લાગતા હચમચી ઊઠી. શ્રમણે પાસેથી એ રાજાએ સેના-રૂપાની મુદ્રામાં “કર' યા તે દંડ વસુલ કર્યાની વાત પણ આવે છે. એ એમ સૂચવે છે કે બૌદ્ધ તથા જૈન નૃપતિઓના સમયમાં
જેમણે જેમણે પ્રકટ યા તે અપ્રકટપણે પરિગ્રહને સંચય કર્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com