________________
( ૧૦ ) છાઁદ્વાર નહિ જોઇએ !
વર્ષાઋતુની એક સાંઝે, યુવરાજ ભિખ્ખુરાજ, ખડગિરિની એક ચુકામાં, શ્રમણગુરૂની સમિપે બેઠા હતા. ભિખ્ખુરાજને હાથીના ખૂબ શોખ હતા. એ જ એનુ' મુખ્ય વાહન હતું. હાથીને કેળવવામાં અને ખેલાવવામાં એને બહુ મેાજ પડતી. મધ્યાહ્ને એ જ્યારે ખ'ગિરિ પાસે આવેલે ત્યારે પણ મેધ સમા શ્યામ અને હવામાં ખૂલતા વાદળ જેવી ગતિવાળા હાથીની અંબાડીમાં જ બેઠા હતા. પર્વતની તળેટીમાં હાથી, પર્વતના એક ખીજા જોડીદારની જેમ, ભિખ્ખુરાજની રાહ જોતા ઉભા હતા.
ભિખ્ખુરાજ, તેાષાલીમાં પાછા ફરવાની તૈયારી કરતા હતા એટલામાં જ આકાશમાં અણધારી આંધી ચડી આવી. સામસામી દિશામાંથી ધસી આવતા અને પરસ્પરને મ્હાત કરવા મથતા પર્વનના વેગે ભયંકર વટાળ પેદા કર્યાં. ઘડી-એ ઘડી પહેલાં જ્યાં ઉકળાટ વ્યાપ્યા હતા ત્યાં વૃક્ષો અને શિખરાને કપાવતા ચક્રાકાર વાયુવેગે પેાતાનુ સામ્રાજ્ય સ્થાપી દીધું. સાગર–તીરે વસતા કલિ’ગવાસીઓને આવા તાકાન અથવા ઝંઝાવાત સાવ અજાણ્યાં નહેાતાં. પણ આજની આ આંધી તા જુદા જ પ્રકારની હતી. પ્રલયનાં બધાં લક્ષણા સાથે કલિંગ ઉપર એણે આક્રમણ કયુ` હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com