________________
[ ૧૮ ]
કલિંગનું યુદ્ધ ચાને મહામેઘવાહન મહારાજ ખારવેલ
હતો. આંધીને લીધે મોડું થશે એ પ્રકારની વિહળતા ભિમ્મુરાજને અંગે અસંભવિત હતી.
શ્રમણગુરૂ એની વિહળતા સમજી ગયા. આસમાનને પૃથ્વી ઉપર તૂટતું જે યુવાન જોઈ શકે તેના દિલમાંથી એક સામાન્ય પથ્થરના પછડાટે આટલી દર્દભરી આહ કેમ પ્રકટાવી તે એક માત્ર શ્રમણગુરૂ જ કહી શકે. ભિખુરાજે અને શ્રમણ-બનેએ એ ગરવ સાંભળ્યો હતે.
મૃત્યુની શાંતિમાં પ્રાણશક્તિ ભરતા હોય તેમ શ્રમણે કહ્યું : તેષાલીના જીર્ણ દુર્ગની છેલ્લી દીવાલ પણ પડી ભાંગી ! ” પડવું, ભૂકકા થવું અને નાશ પામવું એ બધું જાણે કે રજની રમત હેય એવી સામાન્ય ઢબે શ્રમણે આ શબ્દો ઉચ્ચાર્યા.
મને પણ એમ જ લાગ્યું.”-ભિખુરાજે અનુમાનમાં સમ્મતિ આપી.
ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ એ તો સંસારને સનાતન ક્રમ છે. અને પુરાણ કીલ્લાનાં કેટલાંને હવે ઉપયોગ પણ શું હતું?” ધંધવાતા છાણમાં જાળવીને ફૂંક મારતા હોય તેમ શ્રમણે એ શબ્દ ઉચ્ચાર્યા.
આજે ભલે એને કંઈ ઉપયોગ ન હોય, પણ એ નકામા હતા અને નાશ પામવાને ગ્ય હતા એમ કેમ કહી શકાય?”ભિમ્મુરાજના ચહેરા ઉપર સંતપ્ત લેહીનું તેજ છવાયું.
કલિંગ આજે સ્વતંત્ર નથી, મગધનું સ્વામીત્વ એને માથે છે એટલે કલિંગના પાટનગરને કીલ્લો હોય કે ન હેવ એ બધું સરખું જ છે એ એ કથનને અર્થ ભિખુરાજે અવધાર્યો. કલિંગને અંગે આવો હળવો ઉચ્ચાર ભિખુરાજને ન ગમે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com