________________
[ ૫૪ ]
કલિંગનું યુદ્ધ ચાને મહામેધવાહન મહારાજ ખારવેલ.
ભારતના આ મૌ`સમ્રાટ અને ચીનના ઉપરાત પ્રથમ સમ્રાટ, જાણે પેાતાના કાળના મેટા પ્રતિનિધિએ હાય એમ લાગે છે. બન્નેની કાર્ય પદ્ધત્તિ ભિન્ન ભિન્ન હતી, પણ ધ્યેય તેા એક જ હતુ. અશાર્ક પેાતાનું નામ ફેરવી, દેવાને પ્રિય એવા પ્રિયદર્શી રાખ્યું હતું. ચીની સમ્રાટે પણ ચીનના પ્રથમ સમ્રાટનુ નામ પેાતાને માટે પસંદ કર્યુ હતુ. એકે ધર્મની મદદથી પેાતાના સામ્રાજ્યની સ્થિરતા વાંછી તે। બીજાએ પ્રાચીન હકીકતના ઉચ્છેદમાત્રથી સામ્રાજ્યની સહિસલામતી કલ્પી. મૌસમ્રાટે મોટાં મંદિરે અને સ્તૂપે ઊભાં કરી એક પ્રકારની મેાહિની આંજી તે। ચીનના આ પ્રથમ સમ્રાટે જગતની એક અદ્ભૂતતા જેવી જંગી દીવાલ ચણાવી, પ્રજાને મંત્રમુગ્ધ બનાવી દીધી. અન્ને એકહથ્વી સત્તાના ઉપાસક હતા. બન્ને શક્તિશાલી હતા. એક જ વખતે, ચીન અને ભારતવર્ષ જેવા એ મેટા રાષ્ટ્રામાં કેંદ્રિત સામ્રાજ્યસત્તાના જૂદી જૂદી પદ્ધત્તિના
અખતરા ચાલતા હતા.
અશાકના અખતરા પણ નિષ્ફળ ગયા. પુદ્ગળને સ્વભાવ છે કે સડવુ–પડવું ને વિખેરાઇ જવું, તેમ આ મગધ સામ્રાજ્ય રૂપી વિરાટ પુદ્ગલ પણ સડી જઇને ખરી જઇને વીખરાવા લાગ્યું. ધવિજયની આખી ચેાજના અવ્યવહારુ હશે, રાજપ્રકરણી કુનેહની સતત ચલાયમાન ધરતી ઉપર એના પાયા પડ્યા હશે કે કલિંગસહારનાં પાપ, મગધને જતે દિવસે આડે આવ્યાં હશે, તે નિશ્ચયપૂર્વક કહેવુ' મુશ્કેલ છે. સમ્રાટ અશોક્ના અવસાન પછી તરત જ મૌ સામ્રાજ્ય માંદું પડયું. દૂર-દૂરના પ્રાંતા સામ્રાજ્યની ધુંસરીમાંથી છૂટી સ્વતંત્ર બન્યા. ૫૦-૬૦ વરસની અંદર જ, પરાધીન અનેલા કલિંગે પુનઃ પેાતાના સ્વાતંત્ર્ય નિર્ધાના ધ્વજ ક્રૂકાવ્યા!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com