________________
[૫૬ ]
કલિંગનું યુદ્ધ ચાને મહામેઘવાહન મહારાજ ખારવેલ.
છે. યુવાન ઘડીભર થંભી જાય છે. ખંડિયેર જોતાં એની આંખમાં ઉકળાટ ઉભરાય છે. છૂટાછવાયા વેરાયેલા ખંડિયેરના મલિન પત્થર જોઈ ત્યાં એક કાળે માટે મહેલ હેવાની તેને કલ્પના આવે છે. વર્તમાન ભૂલી જઈ, ભૂતકાળના ભોંયરામાં તે દષ્ટિપાત કરે છે. ત્યાં ભયંકર ભૂતાવળ નાચતી એ જોઈ રહે છે અને એક દીર્ઘ નિઃશ્વાસ નાખી આગળ વધે છે. રાહદારીઓ, યુવકની આ સ્થિતિ જોઈ આશ્ચર્ય પામે છે. અજાણ્યા પ્રવાસીઓ જાણવા માગે છેઃ “આ કેણુ છે? એને ચિત્તભ્રમ તો નહિ હોય ?”
ઊગતી અવસ્થામાં આ યુવાન આવો પાગલ કાં દેખાય છે ? તેષાલીના ભાંગ્યા–તૂટ્યા કીલ્લામાં જોવા જેવું શું હશે? આ પાગલ
જેવો માનવી, ઈષ્ટદેવને નયન ભરીને નિરખતો હોય તેમ પગ પાસે પડેલા પથ્થરાનું ધ્યાન ધરત શા માટે ઊભો રહેતો હશે? એને ઘણેખરે સમય કુમાર–પર્વતમાં વસતા નિગ્રંથ મુનિરાજે, બૌદ્ધ ભિખ્ખઓ અને આજીવિક સંપ્રદાયના સાધુઓના સમાગમમાં વ્યતીત થાય છે. નિગ્રંથ-જૈન મુનિઓ તરફ એ કંઈક વધુ આકર્ષણ ધરાવે છે. સાધુઓ અને રાજવંશીઓ વચ્ચે વસતે આ યુવાન, આસપાસની દુનિયા કરતાં જુદી જ સૃષ્ટિમાં વિહરતો હોય એવો વિલક્ષણ કેમ દેખાય છે?
આ જ તેષાલીની શેરીઓમાં, વાઘ, વરૂ અને દિપડાના ટોળા જેવા અશોકના અર્ધજંગલી સીપાઈઓ જ્યારે ઊતરી પડ્યા હશે ત્યારે ભયભીત બનેલા અને મૃત્યુની વેદના વેઠતા કેટલા કલીગવાસીઓ આ-રૌદ્ર સ્વરે કકળી ઉઠ્યા હશે? આજે પણ આ યુવાન આ શેરીઓમાંથી એવાં છુપાં આક્રંદ નીકળતાં સાંભળે છે. હજારો-લાખો શહેરીઓને પશુની જેમ જ બાંધીને લઈ જતા એ નીહાળે છે. કલિંગના ઉપવનમાં, નિર્દોષ પંખીઓની જેમ વસતા આ નિરપરાધ માનShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com