________________
[ પ
].
કલિંગનું યુદ્ધ યાને મહામેઘવાહન મહારાવ ખારવેલ
થાંભલાની શોધમાં હતા. ધર્મને સુદઢ રાજ્યાશ્રય મળે તો પછી સંપ્રદાયના પાયામાં સીસાને રસ રેડાય અને સામ્રાજ્યને ધર્મને સહકાર મળી જાય તો સામ્રાજ્ય ફરતી સરસ કિલ્લેબંદી બની જાય. આવી ખુલ્લી સરતથી નહીં, પણ અણલખ્યા કરારેથી આવું એક સંધીપત્ર તૈયાર થયું. અશકે ધર્મપ્રચારનું ચક્ર ફરીથી ગતિમાં મૂકયુંઃ ધર્માચાર્યોએ એને પોતાથી બની શકે તેટલો વેગ આપ્યો. રાજપ્રકરણ કુનેહને આ વારીપ્રવાહ ધર્મવિજયના ક્યારામાં ઠલાવાવા લાગ્યો. ધર્મ ખીલ્યો, પણ બીજી તરફ મગધ સામ્રાજ્યરૂપી વટવૃક્ષનાં મૂળ સૂકાવાં લાગ્યાં.
મૌર્ય સામ્રાજ્ય જે લોકકલ્યાણ સાધતું હોય અને ભિક્ષુઓ જે એને ઉત્તેજન આપતા હોય તે એમાં ખોટું શું છે? પહેલી વાત તે એ જ છે કે સામ્રાજ્યવાદ અને લોકકલ્યાણ પરસ્પરવિરોધી છે. સામ્રાજ્ય એટલે કે એક વ્યક્તિને કેંદ્રમાં રાખી, લોકસમૂહની બુદ્ધિને પાંગળી કરી મૂકના તંત્ર, ખાબોચીયા જેવું જ બંધિયાર બની જાય છે. એને ઉત્તેજન આપનારાઓ પણ એક યા બીજે પ્રકારે પિતાનું વર્ચસ્વ ગુમાવી બેસે છે. શાંત અને સ્થિર સામ્રાજ્ય ગમે તેટલું મહાન હોય તે પણ ચરબીથી ફુલી ગયેલા દેહની જેમ એની અપંગતા અનિવાર્ય છે. અને એવી કોઈ ખરાબી નથી કે જેને રાજાશ્રય પાળી-પોષીને ન ઉછેરે.
કલિંગયુદ્ધ પછી ધર્મવિજયની લગનીમાં શેકે બૌદ્ધધર્મને રાજ્યાશ્રિત બનાવ્યું. એ પહેલાં રાજ્યને, કઈ ધર્મને આશ્રય જ હેતે એમ કહેવાને અહીં આશય નથી. રાજાઓને આશ્રય થેડા સમયને માટે, થોડે ઘણે અંશે પહેલાં મળી જતો. અશોકે એ સ્થિતિ બદલાવી નાખી. બૌદ્ધધર્મના પ્રચાર અર્થે હજારો ભિખુઓ સુખ–આરામથી હરીફરી શકે તથા રહી શકે એટલા માટે ઠેકઠેકાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com