________________
કલિંગ યુદ્ધથી અમંગળ આરંભાયું
[ ૩૫ ]
–કલિંગયુદ્ધની વિગત અને એનું પરિણામ, અશોકની તેરમી શિલાલિપિમાં મળે છે. નંદયુગમાં કલિંગ, મગધ-સામ્રાજ્યનું એક અંગ હતું એમ આપણે જોઈ ગયા. અશોકને એ ફરી વાર જીતવાની શી જરૂર પડી? એને એક જ જવાબ સંભવે છે, અને તે એ કે નંદવંશની સમાપ્તિ સાથે જ એણે મગધ-સામ્રાજ્ય સાથે પિતાને સંબંધ તોડી નાખ્યો હશે. બિંદુસારના સમયમાં કલિગે બળવો કર્યો હશે એ વાત જે માનીએ તે બિંદુસારના શાસનકાળમાં, તક્ષશિલાની જેમ કલિગે પણ મગધ સામ્રાજ્યનું ઘંસારું ફગાવી દીધું હોય એ સંભવિત છે. છતાં લીની, જેણે ઘણું કરીને મેગસ્થનીસના અહેવાલ ઉપર આધાર રાખ્યો છે તે કહે છે કે ચંદ્રગુપ્તના વખતમાં જ કલિંગ સંપૂર્ણ સ્વાતંત્ર્ય ભોગવતું હતું. એ વાત ખરી હોય તે બિંદુસારના સમયમાં કલિંગે બળવો કર્યો હતે એ સવાલ જ ઉપસ્થિત નથી થતો.
નંદવંશના રાજાએ કલિંગ ઉપર હુમલો કર્યો હતો, પણ એ ઉપરથી કલિંગ મગધના સામ્રાજ્યમાં ભળી ગયું હતું એમ ન કહી શકાય. નંદયુગના રાજાઓ બહુ બહુ તે થેડી–ઘણું લૂંટફાટ કરી જાય, ભારે ખંડણ લઈ જાય અથવા કલિંગના વિષયમાં બન્યું તેમ એકાદ મૂર્તિ કે રાજ્યના ગૌરવચિહસ્વરૂપ ગણાતી ચીજવસ્તુઓ લઈ જાય, પણ કાયમને માટે કલિંગને પિતાની એડી નીચે દબાવી રાખે એ એમને માટે અશક્ય હતું. નંદયુગમાં એમ જ બન્યું હતું. કલિંગ લૂંટાયું હતું પણ એણે પિતાની સ્વાધીનતા ન્હોતી ગુમાવી. કલિંગે પરાજય પામવા છતાં ગુલામીખત તું લખી આપ્યું. મગધને નંદવંશ દૂરના રાજ્યોને જાળવી શકે એવી એની સ્થિતિ જ હતી.
બિંદુસારના સમયમાં પણ તક્ષશિલામાં બળવો થયે હતો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com