________________
કલિંગ યુદ્ધથી અમંગળ આરંભાયું.
[ ૩૭ ]
મૌર્ય સમ્રાટોએ કલિંગ સાથેને પાડોશી સંબંધ બરાબર સાચવી રાખ્યા હશે. અશેકને એ વાત ન રૂચી. સામ્રાજ્યની લગામ હાથમાં આવતાં જ અશકે આંધળુકિયાં કર્યો અને કલિંગ ઉપર આક્રમણ કર્યું એવું કંઈ જ નથી. પહેલેથી જ દેશે જીતવાની પ્રવૃત્તિમાં એ પડ્યો હતો. કલિંગને વારે છેલ્લો આવ્યો. પણ કલિંગવિજયને પરિણામે અશકને ભારે કીમત ભરવી પડી. શ્રીરાયચૌધરી કહે છે તેમઃ Magadh learnt to her cost what a powerful Kalinga meant, in the time of Kharvela.
કલિંગની કતલ જોયા પછી અશોકનું દિલ એકદમ દ્રવી નીકળ્યું, લડવાનું મૂકી દીધું અને પાકે ધર્માત્મા બની ગયે એમ કેટલાક કહે છે. પણ એ વાત માનવા જેવી નથી. કલિંગ પછી બીજે ક્યો દેશ જીત એ અશોકથી નથી સમજાતું-દેશ જીતીને નવી ઉપાધિ ઉભી કરવાથી, કદાચને મેળવેલી મૂડી પણ ખોઈ બેસીશું એવી એને દહેશત લાગી હશે. ગમે તેમ બન્યું હોય, પરંતુ કલિંગના યુદ્ધ પછી ઘણું લાંબા સમય સુધી એના અંતઃપ્રદેશમાં મોટું મને મંથન ચાલે છે. શ્રી સત્યકેતુ વિદ્યાલંકાર કહે છેઃ
“ મગધને મુકુટ માથે મૂક્યા પછી આઠમે વર્ષે અશોકે કલિંગ દેશ જીત્યો હતો. આ સંગ્રામમાં જે હિંસા થઈ તેથી કરીને એને બહુ ભારે પશ્ચાત્તાપ થયો એમ એ પોતે જ કહે છે. એ ઉપરથી ઘણુંખરા વિદ્વાનોએ એવી કલ્પના કરી છે કે કલિંગવિજય પછી તરત જ-કલિંગયુદ્ધની હિંસાને પરિણામે એણે બૌદ્ધધર્મને સ્વીકાર કર્યો, એટલે કે એનામાં ધર્મના અંકુર ફુટયા, એ અંકુર વખત જતાં મહાન વૃક્ષરૂપે પરિણમ્યા. પણ આ અભિપ્રાય બરાબર નથી લાગત. કલિંગ ઉપર વિજય મેળવ્યા પછી ઘણા લાંબા સમય સુધી અશોકે ધર્મપ્રચારને અંગે કંઈ જ નથી કર્યું. ચાર વરસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com