________________
(૭) કલિંગઃ કાચો મારે અશોકને વારસામાં જે સામ્રાજ્ય મળ્યું તે ઉત્તરમાં હિમાલયની ગગનભેદી પર્વતશ્રેણીથી માંડી દક્ષિણમાં ઘણે દૂર સુધી ફેલાયેલું હતું. પૂર્વમાં બંગાળની ખાડીથી પશ્ચિમમાં હિંદુકુશ સુધી વિસ્તરેલું હતું. એટલું છતાં સમ્રાટ અશોકને એથી સંતોષ ન થયો. રાજ્યાભિષેક પછીના આઠમે વર્ષે એણે કલિંગની બહાર, સ્વતંત્ર અને ભદ્રિક પ્રકૃત્તિવાળા પ્રજા સામે વગર કારણે યુદ્ધને પડકાર કર્યો. કલિંગની પ્રજા એવા યુદ્ધ માટે તૈયાર નહતી. લડવાની વૃત્તિ કે સામગ્રી નહતી એમ નહિ, પણ મગધના સમ્રાટને આવી અવળી બુદ્ધિ સૂઝશે એમ એ પ્રજાએ નહેતું ધાર્યું. છતાં પોતાની સ્વાધીનતા. જાળવવા કલિંગવાસીઓ તૈયાર થયા. અશોકે પોતે પોતાના મુખથી કલિંગનાં સંહારનું જે વર્ણન કર્યું છે તે જ એમ બતાવે છે કે કલિંગની પ્રજાએ ભરવા–મારવાને આખરી નિર્ણય કરી લીધું હતું. મગધ–સામ્રજ્યનું ખપ્પર કલિંગના રક્તથી ઉભરાવી દીધું. લડી શકે એવા એકે એક પુરુષે આ યુદ્ધમાં પોતાના પ્રાણુનું બલિદાન દઈ દીધું. કલિંગ પેતે બહેળું સૈન્ય ધરાવતું એવા કેટલાક ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. સાગરકિનારે વસતી આ પ્રજા સાહસિકતામાં પણ કઈ અંશે ઉતરતી હૈતી, છતાં સમ્રાટ અશોકની લેજના અને સંન્યસંખ્યા પાસે કલિંગ હાર્ડ: કલિંગના વીરપુષે મરી ખૂટયા, ગુલામે તરિકે પકડાયા-વેચાયા. શહેરો અને ગામડાઓમાં હાહાકાર વતી ગયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com