________________
[ ૩૦ ]
કલિંગનું યુદ્ધ ચાને મહામેધવાહન મહારાજ ખારવેલ.
જે નહતા કરી શક્યા અને વીસમી સદીની અંગ્રેજી સલ્તનત પણ જે વૈજ્ઞાનિક સીમાઓ બાંધવા વ્યર્થ-નિષ્ફળ પ્રયાસો કરી નિરાશ બની છે તે, સમ્રાટ ચંદ્રગુપ્ત પોતાની કુનેહ અને લશ્કરીબળથી સિદ્ધ કરી બતાવ્યું.
સમ્રાટની પોતાની શકિત કરતાં પણ ઘણી પ્રબળ એવી એક બીજી શક્તિ, પ્રજાશક્તિ રહેલી છે અને જેને પ્રતિરોધ સબળ અને વિરાટ સેના પણ ન કરી શકે તે શક્તિ, પ્રજાશકિતઃ એ સૂત્ર પણ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં પહેલવહેલું સ્વીકારાયું. પ્રતિજો: સર્વ દોરેઃ રીયન પ્રજાને પ્રકોપ, બીજા બધા પ્રકેપ કરતાં ચડી જાય. કૌટિલ્યના પ્રતાપે ચંદ્રગુપ્ત એ મંત્ર શીખે. એણે તો એટલે સુધી સંભળાવ્યું કે “રાજા ન હોય તેથી શું થઈ ગયું ? પ્રજાની સ્થિતિ સારી હોય તે રાજા વિના પણ ચલાવી લેવાય-મનાયરમણિ प्रकृतिसम्पदं राज्यं नीयते ।
રાજ કે સમ્રાટને વિષે જ જ્યારે રાષ્ટ્ર કે સામ્રાજ્યની સત્તા કેંદ્રિત થઈ જતી હોય તે વખતે રાજા કે સમ્રાટને “દાનમાત્ર” કહેવો એ પણ કૌટિલ્ય જેવા રાજનીતિવિશારદથી જ બની શકે. રાજા માત્ર રાજ્યની શોભા વધારનાર છે, એ શક્તિસ્વરૂપ નથી. રાજાની શક્તિ એની રૈયત અને મંત્રીઓની શુદ્ધબુદ્ધિની સલાહ જ છે. રાજા એ પ્રજાની સંપત્તિ છે. એને સ્વતંત્ર ઈચ્છા કે એની સ્વતંત્ર સ્થિતિ નથી હોતી. કૌટિલ્ય જ ચંદ્રગુપ્તને શીખવ્યું: “ શિષ્ય જેમ ગુની આજ્ઞા માને, પુત્ર પિતાની સલાહ સાંભળે, નેકર શેઠની આજ્ઞા પાળે તેમ રાજાએ પણ મંત્રીની આજ્ઞા પાળવી જોઈએ.” ચંદ્રગુપ્ત મૌર્યના શાસનવિધાનમાં એ સૂત્રે મૂર્તિમંત બનતા દેખાય છે.
ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં રાજશાસનનું વિધિપૂર્વક ઘડતર થયું. મંત્રીઓની સમિતિ અનિવાર્ય બનીઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com