________________
ચંદ્રગુપ્ત મૌર્ય
[ ૨૯ ].
એમનાથી ઓછો ઉતરે એ હેતે. મૌર્યપુત્રના પાસા સવળા પડ્યા-નંદપુત્રના છેલ્લા છેલ્લા પાસા અવળા પડ્યા.
મહાવંશમાં આ રાજ્યક્રાંતિને ઉલ્લેખ છેઃ “સીમા– પ્રાંતમાંથી ચાણક્ય અને ચંદ્રગુપ્ત સસન્ય કૂચ આદરી. નગરે અને ગામને તાબે કરતા તેઓ આગળ વધ્યા. લાગ જોઈને એમણે પાટલીપુત્ર (મગધની રાજધાની) ઉપર હૂમલો કર્યો. ધનનંદ મરાયો. ચંદ્રગુપ્ત મગધન માલેક બન્યો.” મુદ્રારાક્ષસ પણ એ જ વાતની સાક્ષી પૂરે છેઃ
“રાક્ષસ–સખે, ચંદ્રગુપ્ત પાટલીપુત્રમાં પ્રવેશી શું કર્યું ? મને પહેલેથી માંડીને વાત કર. મેં જે મારા મોકલ્યા હતા, ચંદ્રગુપ્તનું કાસળ કાઢવા, એમણે શું કર્યું ?”
વિરાધગુપ્ત–પહેલેથી જ કહું. ચાણકયે પોતાની બુદ્ધિશક્તિથી શક, યવન, કિરાત, કંબજ, પારસીક, બાહિક વિગેરેની એક જબરજરત સેના એકઠી કરી રાખી હતી. સમુદ્રમાંથી પ્રલયકાળનું તોફાન ઊઠે તેમ એ સેનાએ પાટલીપુત્રને ઘેરી લીધું.”
ચંદ્રગુપ્ત મૌર્યને અધ્યવસાય અને ઉદ્યમ જોતાં સામ્રાજ્યને એ એક સ્વપ્નદ્રષ્ટા હોય એમ લાગે છે. ભારતને એ પ્રથમ–સર્વસમ્મત સમ્રાટ બન્યું. અમાત્ય રાક્ષસ જેવા નંદપક્ષના હિતૈષીઓને પણ એ પિતાના બનાવી શકો. નાના–મેટા રાષ્ટ્ર મગધમાં ભેળવવા ઉપરાંત ગણરાજ્ય અને સ્વતંત્ર પ્રદેશને પણ એણે સામ્રાજ્યના ઉદરમાં સમાવી દીધા. સ્મિથ જેવા પ્રસિદ્ધ ઇતિહાસશાસ્ત્રીને પણ કબૂલ કરવું પડયું છે કે બે હજાર કરતાં પણ વધારે વર્ષો પહેલાં મૌર્યસમ્રાટ ચંદ્રગુપ્ત મગધ–સામ્રાજ્યને એની સ્વાભાવિક–વૈજ્ઞાનિક સીમાએ પહોંચાડી દીધું. સાળમી--સત્તરમી સદીના મેગલ સમ્રાટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com