________________
મહાભારતના યુગમાં.
[૧૯]
કલિંગે આ લડાઈમાં સાઠ હજાર રથ તથા પર્વતની સાથે સ્પર્ધા કરે એવા દસ હજાર હાથીઓ ઉતાર્યા હતા.
સેનાનાયક ભીમની આગળ રહીને જે સુભટોએ રણ ખેલ્યા છે તેમાં કલિંગના રાજપુત્ર મુખ્ય હતા. ધૃષ્ટદ્યુમ્નનું, દ્રોણના ભારામાંથી રક્ષણ કરવા ભીમે, એમ કહેવાય છે કે, એકી સાથે સાત બાણ છોડ્યા હતા. દ્રોણને શિરે જીવનું જોખમ છે એમ જોઈને કલિંગ રાજપુત્રો, તત્કાળ ભીમની તરફ દેડ્યા. એ પછી કલિંગના રાજા અને ભીમની વચ્ચે ઘર સંગ્રામ જામે. એ સંગ્રામને જગત ક્ષયકર ” જેવું વિશેષણ લગાડવામાં આવ્યું છે.
ભીમને ચેદિ સૈન્યની સારી સહાય હતી. એમની સામે કલિંગના સુભટ વીરે ખડા હતા. કલિંગના સુભટ રાજકુમાર કેતુભાને પિતાના સૈન્ય સાથે, પર્વત ઉપરથી પાણીનો પ્રવાહ છૂટે તેમ યાહેમ કરીને ધસારે કર્યો. ચેદિ સૈન્ય પોતાના આગેવાનને રખડાવી, મેદાનમાંથી નાસી છૂટયું. સૈનિકમાં ભંગાણ પડતાં ભીમ એકલે હાથે લડી રહ્યો. કેતુમાનની મદદે, થેડી વારે મૃતાયુ અને શુકદેવ પણ આવી પહોંચ્યા. મુશળધાર વૃષ્ટિ વરસે તેમ એમણે ભીમ ઉપર ઉપરાછાપરી તીરને વરસાદ વરસાવ્યો. શુકદેવના બાણથી ભીમના રથના ઘોડા ઘવાયા–જમીન ઉપર ઢળી પડ્યા. ભીમે રથમાંથી ઉતરી ગદાયુદ્ધ આરંભ્ય. ગદાપ્રહારમાં ભીમની સામે ટકી રહેવું મુશ્કેલ હતું. શુકદેવ અને એને સારથી, ભીમની ગદાથી મૃત્યુ પામ્યા. શ્રુતાયુ પિતાના પુત્રનો ઘાત નીહાળી, વાઘની જેમ છંછેડાયે. એણે ભીમ ઉપર તીરની વર્ષા કરી, ચારે કેરથી ઘેરી લીધું. ભીમની ગભરામણને પાર ન રહ્યો. ગદા અત્યારે નકામી હતી. એણે હાથમાં તલવાર લીધી. રાજા શ્રેતાયુના તીરને તલવારથી છેદતો ભીમ ક્યાં સુધી વ્યાકુળભાવે લડ્યો.
શ્રેતાયુને સહાય કરવા, ભાનુમાન પણ આવી પહોંચ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com