________________
[ ૨૦ ]
કલિંગનું યુદ્ધ યાને મહામેઘવાહન મહારાજ ખારવેલ.
ભાનુમાન તીરવિદ્યામાં ખૂબ કૂશળ હતા. ભીમની આંખ આગળ અંધકાર વ્યાપી રહ્યો. આ કલિંગ રાજકુમારના દાવપેચમાંથી છટકવાનું ભીમને અશક્ય લાગ્યું. આખરે બીજો કોઈ ઉપાય ન સૂઝવાથી ભીમ, સાહસપૂર્વક ભાનુમાનના હાથી તરફ દેડ્યો. ભીમના આઘાતથી ઘવાયેલે હાથી તથા ભાનુમાન પણ મૂચ્છિત બની ધરતી ઉપર ઢળી પડયા. ફરી એ ઊભા થઈ શક્યા નહીં. અત્યાસુધીમાં, બન્ને પક્ષેમાં એટલા સૈનિકે હણાઈ ચૂક્યા હતા કે મુડદાએના મોટા ગંજ ખડકાઈ ગયા હતા.
શ્રેતાયુએ પિતાના બે પુત્રોને રણમાં છેલ્લી પથારી કરતા પ્રત્યક્ષ જોયા અને તેણે મરવા કે મારવાનો છેલ્લો ભિષણ નિશ્ચય કરી વાળ્યો. ક્રોધથી ધુંવાકુંવા બનેલા આ મહારથીઓ એકી સાથે નવ ધારદાર તીર ભીમ તરફ છોડ્યા. ભીમ બાણથી વીંધાઈને પૃથ્વી ઉપર પછડાય. સારા ભાગ્યે અશોક નામના સારથીએ આ દેખાવ જે. તે એકદમ પિતાના રથને દેડાવતે, ભીમ પાસે પહોંચી ગયો. મહામુશ્કેલીએ ભીમ, ધરતી ઉપરથી ઊઠી, રથમાં બેઠે. ફરી ઘમસાણ આરંભાયું. શ્રુતાયુએ તો આ પાર કે પેલે પાર જવાનો નિર્ણય કયારાએ કરી વાળ્યો હતો.
આખરે કૌરવ–પક્ષને નાશ તે નિર્માયેલો જ હતો. કલિંગના રાજા શ્રેતાયુ, અને એને કુમાર કેતુમાન વીરગતિને પામ્યા. કેતુમાનના બે અંગરક્ષકો પણ એમની સાથે જ યુદ્ધશયામાં સૂતા. પિતાના રાજા અને કુમારને પ્રત્યક્ષ ભરતાં જોઈને પણ કલિંગની સેના નિરાશ ન બની. જાણે વેરને બદલો વાળવા માગતી હોય તેમ એ સેના, પિતાના સ્વામીના મૃત્યુ પછી પણ હથેલીમાં માથું રાખી ઝઝૂમી. કલિંગ–સૈન્યને માર ભીમને અસહ્ય થઈ પડ્યો. ફરી
એક વાર એને પિતાના રથમાંથી નીચે ઉતરવું પડ્યું. અકShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com