________________
મહાભારતના યુગમાં.
[ ૨૧ ]
ળાએલા ભીમે, આખરે ઉપરાઉપરી ગદાના પ્રહાર કરી ૨૭૦૦ જેટલા કલિંગ-સૈનિકને અચેત બનાવી દીધા.
મહાભારત એટલે જ સંહારની છેલ્લી સીમા. કલિંગના પણ ઘણા હાથી, ઘોડા તથા સુભટના સમૂહ આ યુદ્ધમાં નાશ પામ્યા. ધષ્ટદ્યુમ્ન અને સાત્યકિ ની સહાય આવી પહોંચતા ભીમનો બચાવ થયો. સાત્મકી જેવા મહારથીઓ પણ કલિંગ સેનાની વીરતા અને અડગતાની સ્તુતિ કરી છે.
રામાયણના કથન પ્રમાણે રામ પણ વનવાસ વખતે અહીંથી પસાર થયા હતા. કલિંગના ઘણું ક્ષેત્રે શ્રી રામના પાદરેથી તથા સ્નાનથી પવિત્ર થયેલા મનાય છે. દંડકારણ્યના નામથી પ્રસિદ્ધ પામેલું તપવન અહીં જ હતું. મહારાજા રઘુ પણ દિવિજયને અર્થે ઉત્કલ અથવા કલિંગમાં થઈને ગયા હતા.
વાણિજ્યના વિષયમાં પણ કલિંગ, બીજા કોઈ દેશની અપેક્ષાએ ઉતરતું નહોતું. મહાભારતના સભાપર્વમાં ઉડ રાજાઓએ પાંડને હાથીદાંતની ભેટ મેકલ્યાનો પ્રસંગ છે. કલિંગમાં હાથીઓની સંખ્યા કુદરતી રીતે જ ઘણું મટી હતી. હાથીઓ મોટા પ્રમાણમાં હેય તે દેશ, દુશ્મનની સામે સફળ૫ણે સામને કરી શકે. કલિંગમાં હાથી અને હાથીદાંતને ઘણું મોટા પ્રમાણમાં વેપાર ચાલતો હતો. કલિંગના બે વેપારી-પુત્રે, ૫૦૦ જેટલા ગાડા હાથીદાંતના ભરીને વેચવા માટે દેશાવર જતા હતા ત્યાં તેમને ગૌતમબુદ્ધના દર્શન થયા અને એમને ઉપદેશ સાંભળી ભિક્ષુસંઘમાં ભળી ગયા એવી એક કથા છે. કલિંગ દેશ આ ઉપરથી વાણિજ્યકુશળ હોય એમ લાગે છે.
નદીઓ મારફત હિંદના વ્યાપાર એ યુગમાં ચાલતા. કલિંગમાં નાની–મોટી ઘણી નદીઓ છે-વ્યાપારના આ બધા માર્ગોથી કલિંગમાં લક્ષ્મી ઠલવાતી. મોટા સમુદ્રો પણ કલિંગના વેપારીઓ ઓળંગતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com