________________
ભાગાલિક પરિચય.
[ ૧૭ ]
ઊંચી દીવાલાને લીધે ધણા લાંબા વખત સુધી સહીસલામત રહી શકયું હતું. આવા શાંત, સુરક્ષિત પ્રદેશમાં કળા, શિલ્પ, સાહિત્યને સારૂં ક્રીડાંગણુ મળી જાય એ સ્વાભાવિક છે. ઉત્કલના પ્રાચીન મદિરા અને સાહિત્ય ગ્રંથામાં ઉત્કલની પુરાણી જાહેાજલાલીનાં અનેક અવશેષ પડ્યાં છે.
હીરા, પત્થર, કાલસા, સેના તથા લેઢાની ખાણા પણ ઉત્કલમાં ઘણી મળી આવી છે. ઉત્કલ સ્વતઃસ’પૂર્ણ છે. ભારતવર્ષના ખીજા બધા અગા કરતાં આ ભાગ ઉપર પ્રકૃતિને કંઈક વધુ પક્ષપાત હાય એવી કલ્પના સ્ફુર્યાં વિના ન રહે. ઉકલને જાણે કે, ખીજા રાજ્યાના વધતા ખળ-પરાક્રમની કંઇ જ પરવા નથી. એને કાઇને લૂટી લેવાની, ડ્યૂટી લેવાની કઇ જ જરૂર નથી. ઉત્કલને આંગણે કલ્પવૃક્ષ ખીલે છે. મ્હારના જો એને ઉપદ્રવ ન કરે તે સથા આત્મસ'તુષ્ટ રહી શકે એવી એની સ્થિતિ છે.
આવે। સુખી, શાંત, પ્રકૃતિએ કરીને રમણીય અને સ`સ્કારે કરીને ભદ્રિક દેશ પણ જો છંછેડાયા હાય તો મગધ–સામ્રાજ્યની શક્તિને પણ મહાત કરી શકે—વિના કારણે લાખા મનુષ્યોના રક્તનું ખપ્પર ભરી દેનાર સમ્રાટની સત્તાને ઉખેડી નાંખી પાતાની પ્રાંતિય અસ્મિતા પુરવાર કરી શકેઃ એ બધું આપણે હવે પછી જોશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com