________________
ભેગેલિક પરિચય.
[ ૧૫ ]
છે, અવગણના કરી છે તેમણે જ આર્યોના બધા પ્રકારના મદ ભાંગી નાખ્યા છે. જરાસંધના છેલ્લા હુમલાથી છિન્નભિન્ન બનેલા આર્યોવૃષ્ણુિઓને દ્વારકા ભેગું થઈ જવું પડયું હતું.
ઉ પણ ભલે અડધા અનાર્ય ગણુયા હેય. પણ બીજી કોઈ જાતિ કરતાં સ્વમાન કે શક્તિમાં એ ઉતરતા નહેતા. પિતાના રાજાઓને વિષે અનાર્ય જાતિ કંઈક વધુ વફાદાર હોય છે. ઉડોની વફાદારી આજે પણ એમના નાચ ગાન ઉત્સવ વિગેરેમાં પ્રકટ થાય છે. ગંગવંશીય રાજાઓના વખતમાં ઉડુ કે મોટે ભાગે સેનામાં દાખલ થતા. ત્રણ-ત્રણ વર્ષ સુધી માથા પટકવા છતાં મુસલમાને આ ઉ સૈનિકે સામે ફાવી શક્યા ન હતા. અને મુસલમાનેએ જ આ ઉ લેકોને લીધે એરીસા નામ પાડ્યું હોય એમ લાગે છે.
ઉત્કલના ઇતિહાસમાં દક્ષિણ કેશલ નામનું એક રાજ્ય દેખાય છે. કોશલ રાજ્ય, કલિંગ જેટલું પુરાતન નથી એમ કેટલાકે કહે છે. કૌશલ રાજ્યને બૌદ્ધ યુગમાં ખૂબ પ્રસિદ્ધિ મળી ગઈ. કલિંગ એ વખતના મેટાં રાજ્યના નામ આડે છૂપાઈ ગયું. પણ કેશલ અને કલિંગના રાજ્યોને પરસ્પરમાં ઘણું જૂના સમયથી નિકટનો સંબંધ રહ્યો હોય એમ કહેવાય છે. દક્ષિણ કેશલ, ઉત્કલ કેશલના નામથી કોઈ વાર એાળખાયું છે. કેશલ અને ઉત્કલને પહેલેથી જ મીઠો સંબંધ રહ્યો છે.
કેશલ રાજયની રાજધાની, પહેલાં વધુ નદીને કિનારે ચાંદા જીલ્લામાં હોવી જોઈએ. કેશલ બદલાતું બદલાતું આખરે આજના છત્તીસગઢમાં પરિણમ્યું હોય એમ લાગે છે. ઈ. સ. ની પાંચમી શતાબ્દિમાં કેશલ રાજાએ ઉત્કલના સિંહાસન ઉપર આરૂઢ થયા
અને કેશલનું સ્વતંત્ર અસ્તિત્વ માત્ર ઈતિહાસના પાને જ રહી ગયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com