________________
[ ૧૬ ]
કલિંગનું યુદ્ધ ચાને મહામે વાહન મહારાજ ખારવેલ
ઉત્કલ દેશ ઉપર થઈને યુગબળના અનેક વાવટાળ પસાર થઈ ગયા છે. ઘસાતું–ભૂંસાતું, કાયા પલટતું એરીસા આજે જે નકશા ઉપર દેખાય છે તેની ઉત્તરે સુવર્ણરેખા નદી, મેદિનીપુર અને ધવલભૂમિ આવી રહેલાં છે. પશ્ચિમમાં સિંહભૂમિ, અને મધ્ય પ્રદેશ, દક્ષિણમાં ગંજામ છલ્લો અને પૂર્વમાં બંગાળાને સાગર છે. એનું ક્ષેત્રફળ ૪૧૭૮૨ વર્ગ માઈલ છે અને વસતીની સંખ્યા ૮૭૭૬૦૪૫ જેટલી છે.
ઉત્કલ-દેશ વન–જંગલ, પહાડે, નદીઓથી ભરચક છે. પર્વ તમાંથી વહેતી નદીઓ જે કાંપ ઠલવે છે તેને લીધે સમતલ ભૂમિ ઉપરના ખેતરે ફલદ્રપ બને છે. દરિયા પાસેને પ્રદેશ મોટે ભાગે રેતીથી છવાયેલો છે.
કુદરતી સૌંદર્યનું તે આ એક લીલાક્ષેત્ર છે એમ કહીએ તે ચાલે. જેને સંસાર ઉપરના સુંદરમાં સુંદર દો કહેવામાં આવે છે તેમાંના ઘણાખરા દો આ ભૂમિમાં વધતા-ઓછા પ્રમાણમાં મળી શકે છે. લાંબી અને ઊંચી પર્વતશ્રેણુઓ, લાંબી અને પહેલી જળભરપૂર નદીઓ, ગાઢ અરણ્ય, વિશાળ મેદાને, અહોનિશ ગુંજતાં જળપ્રવાહો અને હરિયાળા ખેતરોથી આંખને આરામ આપતા પ્રદેશેની અહીં ખોટ નથી. સ્વચ્છ સરેવરેની સાથે ઉના પાણુના કરાઓ પણ ઉકલ દેશમાં છે. પ્રકૃતિનું બહુ લાડક્વાયું સંતાન હોય તેમ ઉત્કલને કુદરતે અનેક રીતે નવાયું છે.
ઊચાદુર્ભેદ્ય પહાડો, દુસ્તર નદી-નાળાઓ અને અને લીધે વિદેશી હુમલાખોરો, ઉત્કલથી આઘે ને આઘે જ રહ્યા છે. જેટલી સહેલાઇથી બીજા દેશોને રંજાડ્યા છે તેટલી સહેલાઈથી તેમણે ઉત્કલની ભૂમિ ઉપર અત્યાચાર નથી કર્યા. ભારતવર્ષમાં વિદેશી
એના આક્રમણ ઉતરવા લાગ્યા ત્યારે પણ ઉત્કલ એની કુદરતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com