________________
(૨)
ભાગેલિક પરિચય ઘણું જૂના કાળમાં વૈભવ અને વીરતાને વરેલા આ કલિંગ દેશના ઉલ્લેખ મળે છે. એ વખતે કલિંગ સામાન્ય રીતે ત્રણ વિભાગમાં વહેચાયેલું હશે. દક્ષિણ કલિંગ, ઉત્તર કલિંગ, મુખ્ય કલિંગ અથવા મધ્ય કલિંગ એવા એના ભેદ પડ્યા છે. ઉત્તર કલિંગ એટલે ઉત્કલ દેશ. રધુવંશમાંની આ પંકિતઓ –
स तीवा कपिशां सैन्यैद्धद्विरद सेतुभिः उत्कला दर्शितपथः कलिंगाभिमुखो ययौ
ઉપરથી કલિંગ અને ઉત્કલને જુદા જુદા દેશે તરિકે પણ કેટલાકે ઓળખાવે છે. ઉડ અથવા આજકાલ જેને ઓરીસા કહેવામાં આવે છે તે એનાથી જુદો હવે જોઈએ. દિવિજય પ્રકાશમાં –
औड़देशादुत्तरे व कलिंगो विश्रुतो भुवि तद्राज्यं भौमकेशस्य सर्वलोकेषु विश्रुतम् ઉડ્ડથી ઉત્તરમાં કલિંગને જુદો પાડીને બતાવ્યું છે.
લિનીએ પણ પિતાના અહેવાલમાં ત્રણ કલિંગને ઉલ્લેખ કર્યો છે. એણે ઓરીસાના પશ્ચિમ તરફના ભાગને કલિંગ માની લીધું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com