________________
બિંબિસારે મગધ સામ્રાજ્યનું બી રોપ્યું.
[ ૯ ]
આવી શકયા, કારણ કે મગધમાં રહીને, દક્ષિણમાં દૂ—દૂર સુધી ધાક બેસાડવી એ સામાન્ય વાત હેતી. કલિંગ પછી દક્ષિણના રાષ્ટ્ર તરફ આ સામ્રાજ્યવાદીની દષ્ટિ જ નહીં ગઈ હોય એમ માની લેવાનું નથી. પણ એ રાષ્ટ્રો લેવા જતાં એની જે કીમત ભરવી પડે તેનો વિચાર કરતાં સમ્રાટ અશેકને થોડી ગભરામણ નહીં થઈ હોય.
કેટલાક કહે છે કે કલિંગવિજય પછી અશકના માથે ધર્મનું ભૂત ચડી બેઠું. પણ એ વાત ગલત છે. સમાન કાનૂન, સમાન રાજવહીવટ અને એકરાષ્ટ્રીયતા જમાવવા માટે સમ્રાટ અશોક પાસે ધર્મ સિવાય બીજો કોઈ ઈલાજ જ નહોતો. ધર્મ અને ભૂતદયાની વાતમાં એક પ્રકારની મોહિની રહેલી છે એમ અશોકે બરાબર જાણે લીધેલું હોવું જોઈએ. પ્રચલિત ધર્મોના સમર્થ પ્રચારકોને સારે આશ્રય આપવાથી સામ્રાજ્યની સ્થિતિ આબાદ જળવાઈ રહેશે એ સૂત્ર, એણે ગમે તેની પાસે પણ બરાબર ગેખી રાખ્યું હશે.
આહારને પચાવવા માટે શ્રમની જેટલી જરૂર છે તેટલી જ આરામની પણ જરૂર રહે છે. ધર્મવિજય એ અશોકને આરામ હતું. જે થવાનું હતું તે થઈ ગયું, બનવા કાળ બની ગયું, હવે ભૂતકાળની વાત સંભારીને નકામું લેહી બાળવાની શી જરૂર છે એમ પ્રજા માનતી થાય અને આખરે સમ્રાટ અશોક જે એક દેવપમ રાજા પિતાને માથે છે એવા આશ્વાસનમાં પ્રજા રાચતી થાય તે પછી સામ્રાજ્યના પાયામાં કોઈ દિવસે પણ લૂણે ન લાગે. કલિંગવિજય પછીના અશોકના વ્યવહારમાં આવી જ કોઈ રાજપ્રકરણ કુનેહ રહેલી છે.
પણ એ કુનેહ, કંઈ કામ ન આવી. પચાસ-સાઠ વર્ષની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com