________________
તેના ભાલપ્રદેશમાં દેખાતી અને અન્યની દષ્ટિએ તે પાગલરૂપે પણ ભારત. ટૂંકમાં આ પ્રકરણમાં કલિંગ સમ્રાટે ખારવેલના સત્ત્વશીલ એજસનું પ્રથમ દર્શનજ મંત્રમુગ્ધ બનાવી દે છે. '' પછીનાં પ્રકરણમાં સમ્રાટ સંપ્રતિ તથા અન્ય મૌર્ય સમ્રાટ ની નિર્બળ કારકીર્દિની કલંકકથા અને ઉત્સવો વગેરેથી કલિંગની પ્રજામાં ઉલ્લાસ, શ્રદ્ધા અને આશા ઉપન્ન કરનાર મહારાજા ખારવેલ કેવા સંયેગમાં મગધપર અને ઉત્તર હિંદમાં પિતાનું સામ્રાજ્ય ફેલાવે છે તે વિશે વિસ્તારથી કહેવામાં આવ્યું છે. યુદ્ધ દરમિઆન ભટકતાં ભટકતાં વિજિર રાજકન્યા ઘુસી સાથે સમ્રાટ ખારવેલ પ્રણયબંધમાં કેવી રીતે સપડાય છે તેનું પણ મનહર વર્ણન લેખકે કરેલ છે.
ગ્રંથના અંતિમ પ્રકરણમાં ચક્રવર્તી બનેલા ખારવેલનાં બાર બાર વર્ષના સતત પ્રવાસ અને યુદ્ધ પછી રહેલ શેષ આયુષ્ય દરમિઆન એની ખ્યાતિના વિસ્તારનું વર્ણન અને એના વંશજોની આછી કારકીર્દિ જણુંવ્યા પછી કલિંગની રાજનૈતિક સ્થિતિ અને છેવટે નંદરાજાઓના શાસનકાળથી કેશરી રાજાઓના શાસન સુધીના લગભગ એક હજાર વર્ષોમાં કલિંગની પ્રજાની સામાજિક અને ધાર્મિક પરિસ્થિતિ ઉપરાંત કળા ભાવનાને વિકાસ કે થયો હતો તે વિશે સ્પષ્ટતાથી અને સુરેખતાથી લેખકે જણાવેલ છે.
આ ગ્રંથનું સૂક્ષ્મ પ્રથક્કરણ કરતાં એક બીજું તત્વ એ તરી આવે છે કે મગધ સામ્રાજ્યને દીર્ધકાળ દરમિઆન મગધના રાજવીઓ પર બૌધ્ધ અને જૈન ધર્મને ખૂબ પ્રભાવ હતો. બિંબિસાર, ચંદ્રગુપ્ત, બિંદુસાર, અશોક વગેરેના રાજ્ય દરમિઆન ઉપરોક્ત બંને ધર્મોમાંથી કોઈ વખત જૈનધર્મ રાજધર્મ બનતે તે કોઈ વખત બૌદ્ધધર્મ બનતો અને કવચિત બંને ધર્મો તરફ સમતા રાખવામાં આવતી.
મૌર્ય સામ્રાજ્યની પરાકાષ્ટા એટલે કલિંગનું પતન અને કલિંગના સામ્રાજ્યને ઉદય એટલે મૌર્ય સામ્રાજ્યની અધોગતિ–માત્ર એટલું જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com