________________
બિંબિસારે મગધ સામ્રાજ્યનું બી રેપ્યું.
જરૂર હોય અને શ્રેણિકે સમય જોઇને મગધ ભેગું અંગ મેળવી દીધું હોય.
રાજમુકુટ કલગીથી શોભે તેમ સામ્રાજ્ય પણ નવાં નવાં સંસ્થાનેથી શોભે. પંખીઓનાં પીંછા ઉમેરવાથી મુકુટ જે સુશભિત બનતું હોય તો એકાદ મનોહર પંખી જોયા પછી એનું રંગબેરંગી પીંછ મેળવવાની કયા મુકુટધારીને વૃત્તિ ન થાય ? મહારાજ બિંબિસારના સંબંધમાં પણ કદાચ એમ જ બન્યું હશે. અંગ જેવું એક શાંત-સ્થિર પંખી વીંધી, એમણે પિતાના મગધના રાજમુકુટમાં એક નવું પીંછું ઉમેર્યું.
મગધ-સામ્રાજ્યનું અવિધિપૂર્વકનું ઘડતર એ રીતે આરંભાયું. અંગ” ના આક્રમણ અને પરાભવની સાથે જ મગધ–સામ્રાજ્યનું બી વવાયું. અંકુર જેવું મગધ–રાજ્ય ધીમે ધીમે ઘટાદાર વટવૃક્ષની જેમ વિસ્તરતું ચાલ્યું. મહારાજા બિંબિસારે પાયામાં પૂરેલા એક નાના પત્થર ઉપર મગધ–સામ્રાજ્યની ગગનભેદી ઈમારત ખડી થઈ ગઈ. અંગ ઉપર અધિકાર મેળવવાથી, મગધ મહાન સામ્રાજ્યના રૂપમાં પરિણમશે એવી તે મહારાજા બિંબિસારે કલ્પના પણ કદાચ નહીં કરી હોય.
મહારાજા બિંબિસારથી આરંભાયેલા આ સામ્રાજ્યવિસ્તારરૂપી મંદિરને માથે, સમ્રાટ અશોકે, કલિંગયુદ્ધને કહેર વર્તાવી છેલ્લે ઈંડું ચડાવ્યું. કલિંગયુદ્ધ સામ્રાજ્યવિસ્તારની છેલ્લી સાક્ષી અને મગધ–સામ્રાજ્યની પડતીના પ્રસ્તાવરૂપ બની રહ્યું.
શ્રેણિકને, અંગની સ્વાધીનતા ઝૂંટવી લેવાનું જેમ કોઈ ખાસ કારણ હતું, તેમ અશોકને પણ કલિંગમાં કાળો કહેર વર્તાવવાની મુદ્દલ જરૂર ન્હોતી. અંગે, મગધને કંઈ જ ગુન્હ હોત કર્યો.
શ્રેણિક જેવા ધર્મપરાયણ પાડોશીની હુંફમાં એ નીરાંતે-નિશ્ચિતપણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com