________________ : 4 : સમ્રાટ અશોક મગધના રાજસિંહાસને આવ્યો ત્યારે માત્ર કલિંગ, સિવાય દક્ષિણના થડા પ્રદેશો બાદ કરતાં સારાયે આર્યાવર્તમાં મૌર્ય સામ્રાજ્ય સ્થપાઈ ચૂકયું હતું. મગધની બાજુને જ એક વિશાળ પ્રદેશ સમૃદ્ધિમાં અને સાધનામાં કદાચ મૌર્ય સામ્રાજ્યની કીર્તિને ઝાંખય લગાડે અને તે દિવસે મૌર્ય સામ્રાજ્યના આંકડાને ઢીલા કરે એવી દહેશતથી, કેઈપણ સબળ કારણ વિના અશકે કલિંગને હત્યાકાંડ આદર્યો. શ્રમણ અને જૈન સ્થવિરેની એ પુનિત ભૂમિ અશોકે લોહીથી ખરડીને પિતાના સામ્રાજ્યની જંજીરથી જકડી લીધી. આ ભીષણ સંહારમાં કલિંગના એક લાખ માનવીઓનો સંહાર ચ. એ હત્યા કરવા પાછળ અશેકે પોતાની કેટલી શક્તિ વાપરી તેનું કંઈપણ માપ ઈતિહાસકારે નોંધી શક્યા નથી. પરંતુ એટલું તે સ્પષ્ટ જણાય છે કે કલિંગ જીતવામાં અશોકને ભય પણ ભારે થઈ પડી હશે. મહામહેનતે વિજય મળતાં પિતાની આબરૂ ટકી રહી છે પરથી પિતાની શક્તિનું માપ કાઢીને અશોકની દૂરદર્શી બુદ્ધિએ જોઈ લીધું કે મેળવેલો પ્રદેશ સુવ્યવસ્થિતપણે જાળવી રાખવામાં, માત્ર મગધ સામ્રાજ્યનું પશુબળ ઉપયોગી નહિ થાય. કલિંગવિજ્ય પછી ચાર વર્ષ સુધી અશેકે બીજી કંઈપણ પ્રવૃત્તિ હાથ ન ધરી. પરંતુ એ સમય દરમિઆન મૌર્ય સામ્રાજ્યની ઈમારતના સંરક્ષણ માટે વજથી પણ અભેદ્ય એ દુર્ગ રચવાને કિમિ તેણે શોધી કાઢ્યો અને તે અશકનો “ધર્મવિજય'. - અશોકને ધર્મવિજય” એ માત્ર અકબરશાહના “દિને-ઇલાહી' જેવી રેતીના કણ પર બાંધેલી ઇમારત નહોતી. સર્વ ધર્મનાં સારાં ત “દિને-ઈલાહી'માં સંગ્રહનાર સમ્રાટ અકબરની ધાર્મિક સહિ-- ષ્ણુતામાં રાજનીતિને અધૂરો અભ્યાસ હતે. હિન્દુ સંસ્કૃતિ અને - સભ્યતાને સ્વીકાર કર્યા સિવાય પોતાનું સામ્રાજ્ય નભી શકે એમ નથી એ તેની કુશાગ્ર બુદ્ધિએ જોઈ લીધું. પરંતુ અશકના જેટલી દૂરદેશી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com