Book Title: Kalashamrut Part 2
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 7
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશાકૃત ભાગ૩) જેમ એક પરિણામના બે કર્તા નથી, તેમ બે દ્રવ્યો સાથે મળીને એક પરિણામ કરતા નથી. દરેક પદાર્થ પ્રતિસમયે ક્રમબદ્ધ પોતાના પરિણામોને જ કરે છે અને તે સમયનું પરિણામ તે દ્રવ્યનું કર્મ છે. માટે જ્યાં કર્તાકર્મભાવ ઘટે છે ત્યાં જ વ્યાપ્ય-વ્યાપક ભાવ હોય છે. ૪) કર્તાકર્મ ભાવ બે દ્રવ્યો વચ્ચે કદી હોતો જ નથી, પરંતુ એક દ્રવ્યમાં જ હોય છે. હવે જીવના અજ્ઞાનનું નિમિત્ત પામીને કાર્માણવર્ગણા કર્મરૂપે બંધાણી; તે જૂનાકર્મનું નિમિત્ત પામીને જીવમાં રાગાદિ પરિણામ થયા. જીવ અને કર્મ વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવી પરસ્પર અકર્તાપણું બતાવી અને જ્ઞાતાભાવમાં પદાર્પણ કરાવે છે. નિષ્કર્ષ એ છે કે-બે પદાર્થ વચ્ચે કર્તકર્મ સંબંધ ન ઘટાવી એક દ્રવ્યમાં જ કર્તાકર્મ સંબંધ ઘટાવી વસ્તુ સ્વતંત્રતાની મર્યાદાને અખંડિત રાખેલ છે. ૫) જ્યારે પરદ્રવ્યોથી પૃથક્તા અને અકર્તુત્વ દર્શાવવું હોય ત્યારે પોતાના પરિણામનો જીવ જ કર્તા છે તેવું દ્રઢપણે સ્થાપિત કરે છે. આગળ જતાં કહે છે-જીવ રાગાદિ ભાવોનો કર્તા નથી કારણ કે જ્યાં તપણું હોય ત્યાં જ કર્તાકર્મ ભાવ સંભવે છે. આમ કર્તાકર્મ ભાવમાં માત્ર સમવ્યાતિ જ સ્વીકાર્ય છે, જ્યારે રાગાદિ ભાવો સાથે વિષમળ્યાતિ હોવાથી તેની સાથે કર્તાકર્મ ભાવનો પરિહાર્ય કરેલ છે. આ રીતે આ અધિકારમાં કર્તાકર્મના શૂળ ભેદજ્ઞાનના પ્રકારથી લઈને ચરમસીમા સુધીનું સૂક્ષ્મત્તર ભેદજ્ઞાન કરાવ્યું છે. આ અધિકારની શ્રેષ્ઠતા અને મૌલિકતા એ છે કે સ્થૂળ અજ્ઞાનનું જ્ઞાન કરાવી અને તે અજ્ઞાન સૂક્ષ્મ રીતે કયાં સુધી વિસ્તરેલું છે તેનું વિશદ્ધાથી દર્શન કરાવ્યું છે. એકવાર પણ અજ્ઞાનનું જ્ઞાન થાય તો પછી તે અજ્ઞાન રહેતું નથી. ભેદજ્ઞાનના સ્થૂળતાથી સૂક્ષ્મતા સુધીના પ્રકારો:૧) આત્મા અને નોકર્મથી ભેદજ્ઞાન, ૨) આત્મા અને જડકર્મથી ભેદજ્ઞાન, (૩) આત્મા અને વિકારી ભાવોથી ભેદજ્ઞાન, ૪) આત્મા અને આત્મા સંબંધીના વિકલ્પથી ભેદજ્ઞાન, ૫) આત્મા નિર્મળ પરિણામનો પણ ઉપચારથી – વ્યવહારથી કર્તા છે. નિશ્ચયથી તો નિર્મળ પરિણામનો કર્તા નિર્મળ પરિણામ જ છે. આત્મા સ્વભાવથી અકર્તા છે તેને કર્તા કહેવો તે જ વ્યવહાર થયો. આ રીતે શરૂઆતથી માંડીને છેક મૂળ સુધીનું તલસ્પર્શી ભેદજ્ઞાન કરાવનાર જિનાગમનો સર્વોત્કૃષ્ટ, સંપૂર્ણ અને મહાન અધિકાર છે. Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 401