Book Title: Kalashamrut Part 2 Author(s): Kanjiswami Publisher: Digambar Jain Swadhyay Mandir Trust View full book textPage 6
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશામૃત ભાગપરંતુ તે જીવની અનુભૂતિમાં પણ સમાતા નથી. ૩૯ કલશમાં કહ્યું કે-“પસ્થ પુનર્ચ નિર્માણન”, હે ભવ્યો! આ ભેદરૂપ ભાવોને એક પુદ્ગલની રચના છે તેમ નિ:સંદેહ૫ણે જાણો. આ રીતે ઉત્કૃષ્ટ ભેદજ્ઞાનનું રસાયણ આપ્યું છે. કલશ ૩૭માં“મની દET: નો સ્યુ:” શુદ્ધ સ્વરૂપના અનુભવશીલને આ ભેદો દષ્ટિગોચર થતા નથી. આ ભેદરૂપ ભાવો ભિન્ન તો છે, પરંતુ તે વસ્તુરૂપ છે કે આવતુરૂપ? કહે છે-તે અવસ્તુરૂપ છે. આ રીતે જીવ-અજીવના ભેદજ્ઞાનની પરાકાષ્ટા બતાવી છે. આચાર્યશ્રી કુંદકુંદદેવ સમયસારમાં જીવાજીવ અધિકાર પછી તરત જ તેમણે કર્તાકર્મ અધિકાર લખ્યો છે. આ અધિકારની તેમની દૃષ્ટિમાં કેટલી મહત્તા છે તે સહજ જ જ્ઞાત થાય છે. દિગમ્બર શાસ્ત્રોમાં કર્તાકર્મ અધિકાર સૌથી મોટો અને સ્પેશ્યલ અધિકાર છે. કર્તાકર્મના સંબંધમાં છૂટી છવાઈ વાત તો ઘણી જગ્યાએ જોવા મળે છે, પરંતુ આ અધિકારને અલગથી અને સવિસ્તાર પૂર્વક લખ્યો હોય તો તે સમયસારમાં છે. આપણને પ્રશ્ન થાય કે-આ અધિકારને જુદો શા માટે લખ્યો? તો કહે છે-નવ તત્ત્વોમાં કર્તાકર્મ નામનું તત્ત્વ અલગથી નહોતું આવતું માટે લખ્યો છે. વળી જીવને અનાદિથી કર્તાકર્મ સ્વરૂપ સંબંધી મૂળમાં ભ્રાંતિ છે. જ્યાં સુધી કર્તાબુદ્ધિનો પક્ષ હોય ત્યાં સુધી જ્ઞાતાના પક્ષમાં પણ આવતો નથી. તેથી આ અધિકારમાં આચાર્યદેવે જિનાગમનું હાર્દ પ્રગટ કર્યું છે. વિશ્વના અન્ય દર્શનો પણ જીવ અને અજીવની સત્તાને ભિન્ન-ભિન્ન તો સ્વીકારે છે, પરંતુ તે બે દ્રવ્યો વચ્ચે કર્તાકર્મ સંબંધને અબાધિત રાખે છે. જ્યારે જૈનદર્શન જ એક એવું દર્શન છે કે બે દ્રવ્યો વચ્ચે કર્તાકર્મ સંબંધને ઊથાપે છે. આમ બે દ્રવ્યો વચ્ચે કર્તાકર્મપણાની ભ્રાંતિનું અવશાન કરાવી. અકર્તા-જ્ઞાતા સ્વભાવમાં આમંત્રિત કરે છે. નોકર્મ-કર્મ અને ચેતનની વચ્ચે કર્તાકર્મ સંબંધ ત્યારે જ શકય બને કે તે બન્નેની સત્તા એક થાય તો! જ્યારે વસ્તુ સ્વતંત્રતાના સિદ્ધાંતે બે દ્રવ્યોનું એક થવું અશકય છે. માટે કર્તાકર્મની વ્યવસ્થા એક પદાર્થમાં જ ઘટિત થાય છે. કર્તાપણું એક પદાર્થમાં, કર્મપણે બીજા પદાર્થમાં, વળી ત્રીજા પદાર્થમાં તેનું ફળ આવે તેમ કેવી રીતે શકય બને? આમ અનાદિથી ચાલી આવતી કર્તાકર્મ સંબંધી વિપરીતતાનો પરિહાર કરાવી કર્તાકર્મસ્વરૂપના પરિપ્રેક્ષ્યમાં સમ્યક્ અવલોકન કરાવ્યું છે. ૧) આ અધિકારમાં છએ દ્રવ્યોની વસ્તુ સ્વતંત્રતા બતાવી અને પારદ્રવ્યમાં કર્તુત્વ બુદ્ધિની માન્યતાનો નાશ કરાવ્યો છે. ૨) આત્મા પોતાના પરિણામનો કર્તા છે પરંતુ પરદ્રવ્યના પરિણામનો કર્તા નથી, કારણ કે-દરેક દ્રવ્ય પોતાના પરિણામને કરે. પરંતુ ભિન્ન દ્રવ્યના પરિણામને કેવી રીતે કરે ! આમ સ્વદ્રવ્યના પરિણામ જ સ્વદ્રવ્યનું કર્મ છે તે વાતને સિદ્ધ કરે છે. Please inform us of any errors on rajesh.shah@totalise.co.ukPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 401