Book Title: Jivan Vikas ane Vishvavlokan
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

View full book text
Previous | Next

Page 12
________________ પણ અત્યારે વધારે કટાક્ષ તા ધમ તરફ નથી પણ જેને ધર્માંના વાડા કહેવામાં આવે છે તે તરફ છે. આ વસ્તુસ્થિતિ સ્વાભાવિક છે. કારણ કે એવા કહેવાતા ધર્મના વાડાએ વાડાઓના નિયમે માણસને વધારે સ્પ કરે છે. અને પેાતાને સીધી રીતે અસર થતી હાય તે ખાખતમાં માણસ ઝટ ખેલી ઉઠે છે. અલખત એક રીતે જોતાં વાડા, વાડીએ અને વડીઓની અનિષ્ટતા કબૂલ કરવા જેવી છે. પણ એટલું જ શા માટે ? બ્ય મહેનત કર્યો વિના પ્રકૃતિના નૈસર્ગિક મહેલમાં હંસા કે સિંહા જેમ વચરે છે એમ ચિરવું કેવું આદરૂપ લાગે છે તથાપિ આપણે ગૃહાને સર્જિયે છિયે, રાજકીય પક્ષેાના વાડામાં જુસ્સાભેર ભળિયે છિયે; સર્વ ભૂમિ જે પ્રભુની છે તેમાં દેશેશના વાડા બાંધવા કે બચાવવા લાખા જીવનાની આહિત આપવા તૈયાર થઇએ છિયે, તા પછી શકા એ થાય છે કે ધર્મના વાડા તરફના કંટાળાએ તે વાડાને કટાળા છે કે ધર્મોને ધકકે ચઢાવવાની પેરવી છે? વાડા, વડા અને વાડીઓ આંધવા તરફ મનુષ્યાનું સ્વાભાવિક વલણ છે. એમાં મમતાથી ઉત્પન્ન થતા ઉત્સાહ, ઉદ્યમ અને ઉમ ંગના લાભ છે તેમ બીજી તરફથી અસંહષ્ણુતા, અસૂયા અને ગેરસમજૂતના ગેરલાભો પણ છે. તથાપિ અત્યારની પરિસ્થિતિમાં એ લગભગ અનિવાર્ય છે. એ બધાનું ઐક્ય સાધવાના સામાન્ય પ્રયત્ના નિષ્ફળ જાય છે કારણ કે ધર્મ એ માણસને મન શાકભાજી જેવી ચીજ નથી કે જે હાય તે ચાલે. પ્રેમની પેઠે શ્રદ્ધા પણ સ્વયંભૂ છે અને જેનાં મન જ્યાં ઢયા ત્યાંજ ઠેરે છ. એ બધા વાડાઓનું શકય કરવાના પ્રયત્ન જો કોઇ મહાન્ ધાર્મિક હૃદયમાંથી ઉત્પન્ન થાય તેા તે ‘ બ્રહ્મસમાજની પેઠે એક નવા વાડા ઉત્પન્ન કરવામાંજ ફલિત થાય છે. અને જો નાસ્તિક હૃદયમાંથી ધર્મ વિનાનું એકય પ્રેરવા સારૂ ઉત્પન્ન થયા હાય તા જનસમાજને વધારે હાનિકારક થાય છે. Jain Education International 11 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 346