________________
“આપણી પાસે જ આપણા પૂર્વજોએ આગ્રહથી, પ્રેમથી અને પ્રયત્નથી રક્ષિત કરેલું જ્ઞાન છે.”
આપણે તદનુસાર આપણું જીવનના મેઘેરા પ્રસંગેને નિર્મિત કરવાને તૈયાર થઈયે છિયે, એને રાજ્યના એક શ્રદ્ધેય અંગ તરીકે સ્વીકારિયે છિયે અને એને આધારે આપણા સગાવહાલાંના દાયભાગો ઉપર પણ હકક કરિયે છિએ. આવું જે જ્ઞાન આપણને પરંપરાદ્વારા મળ્યું છે, જેનાથી આપણું જીવન ઘણે અંશે ઘડાય છે, જેની સત્યનિષ્ઠાને લીધે અનેક વિદ્વાને એને આજ સુધી પૂજી રહ્યા છે અને જેના ઉચ્ચ આદર્શ આપણને પ્રતિદિન આકષી રહ્યા છે એમાં આપણે વિશ્વાસ કાં ન રાખિયે ? આ જ્ઞાનરાશિ તેના પ્રેરક પરમાત્મા જેટલો ગંભીર અને અપ્રમેય હોય તેમાં પણ શું આશ્ચર્ય છે? તેમાં આપણી પરિમિત બુદ્ધિને કેટલાંક શંકાસ્થાને લાગે એ સ્વાભાવિક છે. ન લાગે તે નવાઈ કહેવાય. અને વળી જ્યારે આપણે જોઈયે છિયે કે ધીમંતોએ, ધુરંધરેએ, સંતાઓ અને મહાત્માઓએ એનાં પરિશીલન ક્ય છે, માહામ્ય વિસ્તાર્યા છે અને શાશ્વતી શાતિ પ્રાપ્ત કરી છે, ત્યારે એના વિરોધીઓના મત ઉપર વધારે ભાર મૂકવાનું આપને મન થતું નથી. આપણે કહિયે છિયે કે એ શંકાસ્થાને ભલે હોય. એ જ્ઞાનરાશિને માપવા જેટલી કે એના ઉપર લીટે મારવા જેટલી શક્તિ અમારી નથી. અને બીજું કઈ વધારે સંતોષજનક શાસ્ત્ર માનુષી ગ્રંથમાં અમને જણાતું નથી. તેમજ ધર્મગ્રંથને ત્યાગી તેની વિરૂદ્ધ જવા અમારી ક્ષણસ્મલક્ત
ઐરિણી બુદ્ધિને અમારું જીવન ને છાવર કરી દેવા અમે તૈયાર નથી. આ શાસનાઓમાં અને વિશેષ કરીને તેના અનુપાલનમાં અમને સંતોષ, સુખ અને શાતિ પ્રાપ્ત થાય છે. આવા મંતવ્યમાં બુદ્ધિ, હૃદય, ભાવના અને વિવેક બધાને સ્થાન છે. આવા પ્રકારની આસ્તિકની શ્રદ્ધા એ હવે તો વધારે સબળ અને સપ્રમાણ લાગે છે.”
“જ્યારે હું જોઉં છું કે પિતાની દષ્ટિએ પ્રમાણે સૃષ્ટિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org