________________
આમ ને આમ દેખાય છે; પદાર્થ વિજ્ઞાનની આમ કે આમ
ચાળવણું થઈ શકે છે, એકની એક વસ્તુ શ્રદ્ધાનું દષ્ટિબિન્દુ સારી ને બેટી દેખાઈ શકે છે, ન હોય
તે ઝાંઝવાના જળની પેઠે દેખાય છે ને હોય તે દિવસે તારાની પેટે દેખાતું નથી ત્યારે મહને વેદાંતને દષ્ટિસૃષ્ટિવાદ જાણે સોળે સોળ આના ખરે હેય નહિ એમ લાગે છે. ગેલિલિઓની પહેલાંને યુરોપ અત્યારના યુરોપના જેટલા જ આગ્રહથી સૂર્યને પૃથ્વીની આસપાસ ફરતો માનતે. પાંચસો વર્ષ પહેલાં આપણું પૂર્વજોને ધર્મપુસ્તકની વાતમાં કંઈ અસંભવ જેવું લાગતું નહિ અને બે હજાર ગાઉથી એક માણસ બીજા જોડે બે પાંચ ક્ષણમાં વાત કરી શકે એજ એ લોકોને કદાચ કેવળ અસંભવિત લાગે. સૃષ્ટિનું દર્શન એ આપણી દષ્ટિ ઉપર ઘણે અંશે નિર્ભર છે એટલું જ નહિ પણ એક પ્રત્યક્ષ અથવા અપક્ષ અનુભવ બુદ્ધિજન્ય અથવા તજન્ય અનેક મંતવ્યને વિદારી નાંખે છે. ઈતિહાસનાં મંતનાં દષ્ટિબિન્દુઓ બદલાય છે. વિજ્ઞાનનાં મંતવ્યમાં તે વખતેવખત પરિવર્તન થયા જ કરે છે. સારું છે કે આપણું વિજ્ઞાનપૂજકેએ એને એક સારે ખુલાસે રાખી મૂક્યો છે કે મંતવ્યોના બદલાવાને વિજ્ઞાનની પ્રગતિ કહેવી. મનુષ્યોનાં સનેહમન્દિર અને પૂજાસ્થાન પણ બદલાય છે તે બીજાનું શું કહેવું? કદાચ કે ભવિષ્યમાં એવી શોધ કરે કે અખૂટ શક્તિ આપનારાં માનસિક “વાઈ ટેમાઈન” ધર્મમાં સૌથી વધારે પ્રમાણમાં છે તે મને જરાય આશ્ચર્ય થાય નહિ.”
ધર્મને સાચા સ્નેહથી ભેટેલો કેઈ અતૃપ્ત રહ્યો નથી અને પરાકોટિની બુદ્ધિના વિદ્વાને ધર્મમાં જ શાંત થઈ ગયા છે. મદમસ્ત હાથણી જેવી બુદ્ધિને યથેષ્ટ ફળ આપનારી મીઠડી કામધેનુ બનાવવાનાં જાદુ દેવી વાય” પાસે જ છે. સર્વ ધર્મોની આજ સાધારણ ભૂમિકા છે. અને એ ભૂમિકા કંઈ નહિ તે નાસ્તિકની ભૂમિકા જેટલી જ અમેઘ છે અને એનાથી સહસાગણી વધારે શાન્તિદાયક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org