________________
કોઇને કોઇ વેદ ઉધ્યમાં હોય છે પણ નપુંસક વેદનો ઉદય નિયમો હોતો નથી.
પંદર કર્મભૂમિને વિષે રહેલા મનુષ્યોને ત્રણેય વેદમાંથી કોઇ પણ વેદનો ઉદય હોઇ શકે છે. આ સામાન્યથી વર્ણન કર્યું. કારણકે અવસરપિણી કાળમાં પહેલા-બીજા-ત્રીજા આરામાં પુરૂષવેદ-સ્ત્રીવેદ વાળા જીવો હોય છે. ચોથા-પાંચમા-છઠ્ઠા આરામાં ત્રણે વેદમાંથી કોઇપણ વેદના ઉદયવાળા હોય છે.
હવે માત્ર નપુંસક વેદના ઉદયવાળા જીવો કેટલા હોય ? ૧૫૩ જીવો પાંચસો ત્રેસઠમાંથી નપુંસક વેદના ઉદયવાળા જ હોય છે.
એકેન્દ્રિયના-૨૨, વિકલેન્દ્રિયના-૬, અન્ની પંચેન્દ્રિય તિર્યંચના-૫, અપર્યાપ્તા-પાંચ પર્યાપ્તા = ૧૦, અસન્ની અપર્યાપ્તા મનુષ્યના-૧૦૧ અને નારકીના-૧૪ ભેદ = ૧૫૩ ભેદો થાય છે.
દેવીઓ દેવલોકમાં વૈમાનિકના પહેલા અને બીજા બે દેવલોક સુધી જ ઉત્પન્ન થઇ શકે છે. આથી ત્રીજા દેવલોકથી ઉપરના સઘળા દેવલોકમાં સ્ત્રીવેદી કોઇ જીવ ઉત્પન્ન થતાં નથી માટે એકલા પુરૂષ વેદવાળા જ જીવો ૭૦ હોય છે. વૈમાનિકના ત્રીજા દેવલોકથી બાર દેવલોક સુધીનાં ૧૦, ૯ લોકાંતિક, બીજો અને ત્રીજી ફિલ્મીષીયો એટલે-૨, ૯ ગ્રેવેયકના દેવો, ૫ અનુત્તરના દેવો = ૩૫ દેવો અપર્યાપ્તા અને ૩૫ દેવો પર્યાપ્તા = ૭૦ થાય છે.
પહેલા દેવલોકમાં ઉત્પન્ન થયેલી દેવીઓ વધારેમાં વધારે દશમાં દેવલોક સુધી જઇ શકે છે અને બીજા દેવલોકમાં ઉત્પન્ન થયેલી દેવીઓ વધારેમાં વધારે બારમા દેવલોક સુધી જઇ શકે છે.
પુરૂષવેદ અને સ્ત્રીવેદ બન્ને વેદ વાળા જીવો કેટલા હોય ? ૩૦૦ જીવ ભેદો હોય છે તે આ પ્રમાણે :
૩૦ અકર્મભૂમિના મનુષ્યો તથા પ૬ અંતર દ્વીપના મનુષ્યો થઇ ૮૬ મનુષ્યો અપર્યાપ્તા - ૮૬ પર્યાપ્તા = ૧૭૨ ભેદો થાય તથા દેવતાના ૧૨૮ ભેદો થાય છે. તે આ પ્રમાણે ભવનપતિના-૧૦, પરમાધામી-૧૫, વ્યંતર-૮, વાણવ્યંત૮, તિર્યજભક-૧૦, જ્યોતિષના-૧૦, વૈમાનિકના-પહેલા બીજા બે દેવલોકના ૨ અને પહેલો કિબિષીયો = ૬૪ ભેદો થાય. આ ૬૪ અપર્યાપ્તા દેવો-૬૪ પર્યાપ્તા દેવો = ૧૨૮ થાય. આ રીતે ૧૭૨ + ૧૨૮ = 300 ભેદો બે વેચવાળા હોય છે.
ત્રણેય વેદવાળા જીવો ૪૦ હોય છે. ૧૫ કર્મભૂમિ ગર્ભજ અપર્યાપ્તા-૧૫ પર્યાપ્તા = ૩૦. પંચેન્દ્રિય, સન્ની તિર્યંચ ગર્ભજનો-૧૦ = ૪૦ ભેદો થાય છે. આ રીતે ૧૫૩ નપુંસકવેરવાળા, ૭૦ પુરૂષdદવાળા 300 બન્ને વેદવાળા અને ૪૦ ત્રણેય વેદવાળા = પ૬૩ થાય છે.
જે જીવો જન્મથી નપુંસક વેદવાળા હોય છે તે જીવો નિયમાં પહેલા ગુણસ્થાનકથી આગળના ગુણસ્થાનકને પામી શક્તા જ નથી. પણ જે જીવો કૃત્રિમ નપુંસક વેદવાળા હોય છે તે જીવો ધર્મની પ્રાપ્તિ. કરીને સમકીત વગેરે પામીને યાવત કેવલજ્ઞાનને પામી મોક્ષે પણ જઇ શકે છે. નપુંસકવેદ શેનાથી બંધાય
જ જીવોને ટી.વી. જોવાનો ઘણો રસ હોય તેમાં જોવામાં ખૂબજ આનંદ આવતો હોય તે જીવો તે સમયે નપુંસકવેદને બાંધ્યા કરે છે અને એ નપુંસક વેદની સાથે પાંચ જાતિમાંથી કોઇપણ જાતિ બાંધી શકે છે તથા નરક કે તિર્યંચ ગતિનો બંધ પણ કરી શકે છે.
એવી જ રીતે જે વારંવાર માયા કપટ કરતો હોય-ગૂઢ હૃદયવાળો હોય-જુઠુ બોલતો હોય-શઠ હોય તે સ્ત્રી વેદનો બંધ કરી શકે છે. જીવોને અનંતી પાપ રાશી ભેગી થયેલી હોય ત્યારે સ્ત્રી અવતાર મળે છે એટલે સ્ત્રીપણાની પ્રાપ્તિ થાય છે.
સ્ત્રીઓમાં મોટાભાગે ધર્મ ક્રિયાઓ વધારે જોવા મલે પણ પૂર્યાબંધ કે નિર્જરા એ વધારે મોટે ભાગે કરી શકતા નથી કારણકે માયા, કપટ રાખીને ધર્મ પ્રવૃત્તિ કરતાં હોય છે. ક્યાં આ લોકમાં આવેલા દુ:ખોને દૂર કરવા માટે અને આલોકના કે પરલોકના સુખને મેળવવા માટે ધર્મક્રિયા મોટા ભાગે કરતાં હોય છે. માટે નિર્જરા ઓછી થાય છે અને પુણ્યબંધ ઓછો થાય છે તથા પાપબંધ વધારે થાય છે. આથી જ જ્ઞાની.
Page 11 of 78