________________
પર્યાપ્તિ કહેવાય છે. આ શક્તિ પેદા કર્યા પછી સમયે સમયે આહારના પુદ્ગલોને ગ્રહણ કરતો અસંખ્યાત સમયો સુધી પ્રક્રિયા કરીને રસવાળા પુદ્ગલોને એકઠા કરી તેમાંથી શરીર અને ઇન્દ્રિયોને થોડા થોડા આપીને બાકીના પુદ્ગલોથી જગતમાં રહેલા શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી શ્વાસ અને ઉચ્છવાસ-નિશ્વાસ રૂપે પરિણમાવીને વિસર્જન કરવાની શક્તિને પેદા કરે છે તે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કહેવાય છે. આ પર્યાપ્તિ પૂર્ણ કર્યા બાદ સમયે સમયે આહારના પુદ્ગલોને ગ્રહણ કરતો અસંખ્યાતા સમયો સુધી એ પ્રક્રિયા કરીને રસવાળા પુદ્ગલોને ગ્રહણ કરતો (બનાવતો) સંગ્રહ કરતો તેમાંથી શરીર-ઇન્દ્રિયોને થોડા થોડા પુદ્ગલો આપી પુષ્ટ કરે અને સાથે સાથે થોડા પુદ્ગલોથી શ્વાસોચ્છવાસની શક્તિ વધારે છે. બાકીના રસવાળા પુદ્ગલોથી જગતમાં રહેલા ભાષા વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરવાની શક્તિ પેદા કરે છે તે ભાષા પર્યાપ્તિ કહેવાય છે. આ પર્યાપ્તિ પૂર્ણ કર્યા બાદ જીવ સમયે સમયે આહારના પુદ્ગલોને ગ્રહણ કરી પોતાનું આયુષ્ય જેટલું હોય ત્યાં સુધી રસવાળા પુદ્ગલા બનાવી શરીર-ઇન્દ્રિયોને પુષ્ટ કરતો તથા શ્વાસોચ્છવાસ ભાષા પુદ્ગલોને ગ્રહણ કરવાની શક્તિને વધારતો જીવ્યા કરે છે. આ શક્તિ વધારેમાં વધારે બાર વરસ સુધી ચાલી શકે તે રીતે કરતો જાય છે. જે બેઇન્દ્રિય અપર્યાપ્ત જીવ હોય છે તેઓ શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ કરી ભાષા પર્યાપ્તિની શક્તિ શરૂ કરી પૂર્ણ કર્યા વગર પરભવનું આયુષ્ય બાંધી પોતાનું આ ભવનું ભોગવાતું આયુષ્ય પૂર્ણ કરી મરણ પામે છે તે બેઇન્દ્રિય અપર્યાપ્ત કહેવાય
છે.
તેઇન્દ્રિય જીવોને પાંચ પર્યાપ્તિઓ હોય છે. આ જીવો બેઇન્દ્રિયની જેમ આહાર પર્યાપ્તિ-શરીર પર્યાપ્તિ કરી ઇન્દ્રિય પર્યાપ્તિ કરે ત્યારે સ્પર્શના-રસના અને ઘ્રાણેન્દ્રિય એ ત્રણ ઇન્દ્રિયો બનાવવાની શક્તિ પેદા કરે છે ત્યાર પછી શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ અને ભાષા પર્યાપ્તિ બેઇન્દ્રિયની જેમ જ કરે છે. આ રીતે પાંચ પર્યાપ્તિ કરેલા જીવો સમયે સમયે આહારને ગ્રહણ કરી પોતાનું ઉત્કૃષ્ટ આયુષ્ય ઓગણ પચાસ દિવસનું હોય છે ત્યાં સુધી પોતાની શક્તિઓને ટકાવી રાખીને જીવી શકે છે. જે અપર્યાપ્તા જીવો હોય છે. તેઓ ભાષા પર્યાપ્તિ શરૂ કરીને પરભવનું આયુષ્ય બાંધી પોતાના ભોગવાતા આયુષ્યને પૂર્ણ કરીને મરણ પામે છે તે તેઇન્દ્રિય અપર્યાપ્તા જીવો કહેવાય છે.
ચઉરીન્દ્રિય જીવોને પાંચ પર્યાપ્તિઓ હોય છે તેમાં તેઇન્દ્રિયની જેમ જ જાણવું. વિશેષ એ છે કે ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કરે ત્યારે સ્પર્શના-રસના-ઘ્રાણ અને ચક્ષુ એ ચાર ઇન્દ્રિય બનાવવાની શક્તિ પેદા કરે છે. ભાષા પર્યાપ્તિ પૂર્ણ કર્યા બાદ સમયે સમયે આહારને ગ્રહણ કરતો શરી-ઇન્દ્રિય ને
પુષ્ટ કરતો શ્વાસોચ્છવાસ અને ભાષાના પુદ્ગલોને ગ્રહણ કરવાની શક્તિ વધારતો વધારેમાં વધાર છ માસ સુધી શક્તિ જાળવીને જીવ્યા કરે છે. તે ચઉરીન્દ્રિય પર્યાપ્તા જીવો કહેવાય છે અને જે ભાષા પર્યાપ્તિ શરૂ કરી પરભવનું આયુષ્ય બાંધીને પોતાના ભોગવાતા આયુષ્યને પૂર્ણ કરી મરણ પામે છે તે અપર્યાપ્તા ચઉરીન્દ્રિય જીવો કહેવાય છે.
અસન્ની પંચેન્દ્રિય જીવોને પાંચ પર્યાપ્તિઓ હોય છે. આ જીવોને ચઉરીન્દ્રિયની જેમ આહાર પર્યાપ્તિ-શરીર પર્યાપ્તિ પૂર્ણ કર્યા બાદ ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થાય ત્યારે પાંચે ઇન્દ્રિયો બનાવવાની શક્તિ પેદા થાય છે. ત્યાર બાદ શ્વાસોચ્છવાસ અને ભાષા પર્યાપ્તિઓ કરે છે. એ ભાષા પર્યાપ્તિ પૂર્ણ કર્યા બાદ સમયે સમયે આહારના પુદ્ગલોને ગ્રહણ કરી રસવાળા પદ્ગલો શરીર અને ઇન્દ્રિયોને આપીને પુષ્ટ કરે છે તથા શ્વાસોચ્છવાસ અને ભાષાના પુદ્ગલો સારી રીતે વધારે ગ્રહણ થાય એ રીતે બનાવતા પૂર્વક્રોડ વરસ સુધી આ પ્રક્રિયા કરતાં કરતાં જીવે છે તે અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા તિર્યંચો કહેવાય છે.
જે અપર્યાપ્તા જીવો હોય છે તે ભાષા પર્યાપ્તિને શરૂ કરીને પૂર્ણ કરતાં પહેલા પરભવના આયુષ્યનો બંધ કરીને પોતાનું ભોગવાતું આયુષ્ય પૂર્ણ કરીને મરણ પામે છે તે અસન્ની અપર્યાપ્તા જીવો કહેવાય છે. આ અસન્ની અપર્યાપ્તા જીવોમાં પંચેન્દ્રિય તિર્યંચો આવે છે અને સમુચ્છિમ મનુષ્યો પણ ગણાય છે. સમુચ્છિમ
Page 22 of 78