________________
ગ્રહણ કરે છે તે કવલાહાર કહેવાય છે. જૈન શાસનમાં કવલાહારના ત્યાગનું પચ્ચક્ખાણ હોય છે. જૈન શાસનમાં નવકારશીથી શરૂ કરીને ઉપવાસ સુધીનાં કે એથી આગળ સોળ ઉપવાસ સુધીનાં પચ્ચક્ખાણો જે આવે તે કવલાહારના ત્યાગ માટેનાં છે આથી રોમાહારના ત્યાગનું પચ્ચક્ખાણ થઇ શકતું નથી એ પચ્ચક્ખાણ એટલે ત્યાગ ચૌદમા ગુણસ્થાનકે જ જીવને થાય છે.
અનાદિ કાળથી જીવનો આહાર લેવાનો સ્વભાવ રહેલો હોય છે. તેના કારણે આહાર વગર જીવન ન જીવાય એવી વૃત્તિ એટલે મનોદશા તાણાવાણાની જેમ વણાયેલી છે તે મનોદશાને ફેરવવા માટે આહાર વગર પણ જીવો સારી રીતે જીવી શકે છે. એ અનુભૂતિ કરવા માટે અને એથી આહાર વગર જગતમાં અનંતા જીવો જીવી રહ્યા છે તે ખ્યાલમા રહે અને એ અનુભૂતિના સુખની અનુભૂતિ કરવાના હેતુથી અર્થાત્ અણાહારીપણાના લક્ષ્યને સ્થિર કરવા તેની અનુભૂતિ કરવા માટે જ કવલાહારના ત્યાગનાં પચ્ચક્ખાણ પણ વીર્યંતરાયના ક્ષયોપશમ વાળા જીવો કરી શકે છે. એટલે જે જીવો વીર્માંતરાયના ક્ષયોપશમ ભાવથી રોમાહારને સારી રીતે ગ્રહણ કરી શકે એવી તાકાતવાળા હોય તેજ જીવો એ પચ્ચક્ખાણને સારી રીતે કરી શકે છે. આજ હેતુથી જે જીવો પચ્ચક્ખાણ કરી શકે એવી શક્તિવાળા ન હોય તો તે આખા દિવસમાં અમુક વખત જ ખાવું અમુક દ્રવ્યોજ ખાવા અને તે ખાવાના પદાર્થો મોઢામાં મૂક્તાં બેસીને જ ખાવા ઉભા ઉભા ન ખાવા અને ચાલતા ચાલતા ન ખાવા આવા પણ નિયમોને ગ્રહણ કરીને જીવન જીવવાનો પ્રયત્ન કરતા જાય તોય કાંઇક અંતરમાં કવલાહારના ત્યાગનું કેટલું મહત્વ છે એ સમજાય અને પચ્ચક્ખાણ પ્રત્યે બહુમાન આદર ભાવ વધે કે જેનાથી ખાવું એ પાપ છે જેટલો ટાઇમ ખાધા વગરનો જાય એજ મારા માટે લાભદાયી છે એમ લાગે તો અણાહારી પણાનું લક્ષ્ય બન્યું રહે અને આંશિક અણાહારીપણાની અનુભૂતિ થયા કરે એજ જૈન શાસનના પચ્ચક્ખાણનું ફ્ળ ગણાય છે. આથી રસનેન્દ્રિયનો સંયમ કરવો હોય-આહારનું નિયંત્રણ કરવું હોય તો કવલાહારનો ત્યાગ કરવાનો પ્રયત્ન કરવો જોઇએ એ અભ્યાસ કરતાં કરતાં જીવ ચૌદમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરી શકે.
નારકીના જીવોને અશુભ પુદ્ગલોનો આહાર રોમાહાર રૂપે હોય છે તથા કવલાહાર રૂપે પણ હોય છે. મોઢામાં અશુભ પુદ્ગલો આહારની ઇચ્છા થતાં જ પ્રવેશ કરે છે અને તેજ વખતે પોતાની ઇચ્છાથી વિરુધ્ધ પુદ્ગલોનો આહાર હોવાથી વિપરીત અનુભૂતિ થાય છે અને દ્વેષ નારાજગી ભાવપણ થાય. દેવતાઓને શુભ પુદ્ગલોનો આહાર રોમાહારથી અને કવલાહારથી પણ હોય છે. સામાન્ય રીતે દેવોને જે પદાર્થની ઇચ્છા થાય તે પદાર્થવાળા પુદ્ગલો મોઢામાં આવીને તૃપ્તિ પેદા કરી દે છે એ રીતનો કવલાહાર જાણવો.
જ્યારે મનુષ્ય અને તિર્યંચોને શુભ પદ્ગલોનો આહાર હોય અને અશુભ પુદ્ગલોનો પણ આહાર હોય છે. જ્યારે જે વખતે જે પુદ્ગલોનો આહાર મલે તેમાં રાગાદિ કર્યા વગર આહારનો ઉપયોગ કરે તો જીવને આહાર સંજ્ઞા સંયમમાં આવે. રોમાહાર તો ચાલુ જ હોય છે. કવલાહાર મોઢાથી જે પુદ્ગલોનો આહાર કરે તે ગણાય છે. આ આહારનો ઉદય તેરમા ગુણસ્થાનક સુધી હોય છે. જ્યારે આહાર સંજ્ઞા માત્ર પહેલા ગુણસ્થાનકે હોય છે. જીવ જ્યારે અપુનબંધક અવસ્થાને પામે ત્યારથી સંજ્ઞા સંયમ રૂપે થતી જાય છે. આથી સંજ્ઞાને આધીન થતો ન હોવાથી સંજ્ઞા નથી એમ કહેવાય છે. જ્યારે વાસ્તવિક રીતે આહાર સંજ્ઞાનો સંયમ છઠ્ઠા ગુણસ્થાનકે ગણાય છે. કારણકે સંયમી જીવોને આહાર મલે તો સંયમ પુષ્ટિ અને ન મલે તો તપોવૃધ્ધિ એ ભાવના હોય છે માટે સંજ્ઞા હોતી નથી.
એકેન્દ્રિય જીવોને ચાર પર્યાપ્તિઓ હોય છે.
(૧) આહાર (૨) શરીર (૩) ઇન્દ્રિય (૪) શ્વાસોચ્છવાસ.
બેઇન્દ્રિય જીવોને પાંચ પર્યાપ્તિઓ હોય છે.
(૧) આહાર (૨) શરીર (૩) ઇન્દ્રિય (૪) શ્વાસોચ્છવાસ (૫) ભાષા પર્યાપ્તિ.
Page 20 of 78