________________
જીવન જીવી રહ્યા છે.
અસન્ની પંચેન્દ્રિય જીવોના-૧૧૧ ભેદને વિષે
પર્યાપ્તા-અપર્યાપ્ત રૂપે બે ભેદને વિષે પાંચે ઇન્દ્રિય લબ્ધિ રૂપે અને ઉપયોગ રૂપે હોય છે તેથી એક એક અંતર્મુહૂર્ત ઉપયોગ પરાવર્તમાન રૂપે કરતાં કરતાં પોતાના આત્માનો સંસાર વધારી રહ્યા છે.
સન્ની પર્યાપ્તા અને અપર્યાપ્તા જીવોને વિષે પાંચ ઇન્દ્રિયો લબ્ધિ તેમજ ઉપયોગ રૂપે હોવા છતાં મન એટલે દ્રવ્ય મનની શક્તિ વિચારવાની વધારે મલી છે માટે તે દ્રવ્યમનને એક એક અંતર્મુહુર્તે ઉપયોગને પરાવર્તમાન રૂપે કરી પાંચ ઇન્દ્રિયમાંથી કોઇને કોઇ ઇન્દ્રિયના ઉપયોગમાં રહી સંસાર વધારી રહેલા હોય
માટે જ જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે એકેન્દ્રિય જીવો સાતે કર્મનો બંધ અભ કરે. જે જે પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ બતાવેલી છે તેટલી સ્થિતિ ઉત્કૃષ્ટ રૂપે બાંધે છે અને જઘન્ય રૂપે તેમાંથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન બાંધે છે.
બેઇન્દ્રિયજીવો એ એકેન્દ્રિયજીવો કરતાં પચ્ચીશ ગણો અધિક કર્મબંધ કરે છે. તેઇન્દ્રિયજીવો એકેન્દ્રિયજીવો કરતાં પચાસ ગણો અધિક કર્મબંધ કરે છે. ચઉરીન્દ્રિયજીવો એકેન્દ્રિય જીવો કરતાં સો ગણો અધિક કર્મબંધ કરે છે. અસન્ની પંચેન્દ્રિયજીવો એકેન્દ્રિયજીવો કરતાં હજાર ગણો અધિક કર્મબંધ કરે છે અને સન્ની પંચેન્દ્રિયજીવો એકેન્દ્રિયજીવો કરતાં અતઃ કોટાકોટી સાગરોપમ અધિક કર્મબંધ કરતાં જાય
આ કર્મબંધ સમયે સમયે આટલો ચાલુ જ હોય છે. સ્પર્શેન્દ્રિયવાળા જીવો જગતમાં પ૬૩ હોય છે. રસનેન્દ્રિયવાળા જીવો જગતમાં પ૪૧ હોય છે. ધ્રાણેન્દ્રિયવાળા જીવો જગતમાં પ૩૯ હોય છે. ચક્ષરીન્દ્રિયવાળા જીવો જગતમાં પ૩૦ હોય છે. શ્રાનેન્દ્રિયવાળા જીવો જગતમાં પરૂપ હોય છે.
આ રીતે જીવો કોઇને કોઇ ઇન્દ્રિયના ઉપયોગથી આહારાદિના પુગલોને ગ્રહણ કરતા તેમાં રાગાદિ પરિણામ કરતા કરતા પોતાના આત્માની જ જન્મ મરણની પરંપરા વધારતા જાય છે.
પર્યાતિ એટલે શક્તિ. જીવ ઉત્પત્તિના પહેલા સમયે આહારના પુગલોને ગહણ કરીને તેમાંથી શક્તિ મેળવે છે તે પુગલોને તેજ સમયે ખલ એટલે ખરાબ પુદ્ગલો રૂપે અને રસ એટલે સારા પુદ્ગલો રૂપે બનાવીને ખરાબ પુદ્ગલોનો ત્યાગ કરી રસવાળા પુદ્ગલોનો સંગ્રહ કરે છે તે પહેલા સમયની આહાર પર્યાપ્તિ કહેવાય છે.
આહારનાં પુદ્ગલો ત્રણ પ્રકારે લેવાય છે. (૧) ઓજાહાર (૨) રોમાહાર અને (૩) કવલાહાર
જીવ ઉત્પત્તિના સમયે તેજસ અને કાર્પણ શરીરથી આહારના પુગલોને ગ્રહણ કરે છે તે ઓજાહાર કહેવાય છે. જ્યારે શરીર પર્યાપ્તિ પૂર્ણ કરી શરીર બનાવે ત્યારથી જીવ જે આહારના પુદ્ગલો ગ્રહણ કરે છે તે રોમાહાર યુગલો કહેવાય છે. મનુષ્યના શરીરમાં સાડા ત્રણ કરોડ રોમરાજી હોય છે એ રોમરાજીથી. જીવ અનંતા પુદ્ગલોનો આહાર ગ્રહણ કરી વિસર્જન કરતો જાય છે. આ પ્રક્રિયા સમયે સમયે ચાલુ જ હોય છે. એકેન્દ્રિય જીવો સ્પર્શેન્દ્રિયથી રોમાહાર લે છે. બેઇન્દ્રિય જીવો સ્પર્શ રસનેન્દ્રીયથી રોમાહાર લે છે. તેઇન્દ્રિય જીવો સ્પર્શ-રસ-ધ્રાણેન્દ્રિયથી-ચઉરીન્દ્રિય જીવો-સ્પર્શ-રસ-ધ્રાણ-ચક્ષુરીન્દ્રિયથી અને પંચેન્દ્રિયા જીવો પાંચે ઇન્દ્રિયથી રોમાહાર ગ્રહણ કરે છે. તેમજ બેઇન્દ્રિય આદિ જીવો મુખથી જે આહારના પુદ્ગલો.
Page 19 of 78