________________
ભાવ માટે ગણતા હોઇએ તો સમજવાનું કે નિર્જરા માટે ગણાય છે. એવી જ રીતે પુણ્યના ઉદયથી મળેલું સુખ છોડવાની તાકાત આવે એ માટે નવકાર મંત્ર ગણવાનો છે. કારણકે નવકારમાં જે પંચ પરમેષ્ઠિઓને નમસ્કાર કરીએ છીએ તેઓએ પુણ્યથી મળેલી સામગ્રી સ્વેચ્છાએ છોડી દીધેલી છે અને ઉભા કરીને કષ્ટ વેઠવા નીકળ્યા છે તો તેમને નમસ્કાર કરતાં છોડેલી ચીજ માગીએ-મળેલી ટકી રહે અને જીવું ત્યાં સુધી કાયમ રહે એ માટે નવકાર ગણીએ તો તેનાથી શું થાય ? એ ઉચિત છે કે અનુચિત ? તેનાંથી કર્મબંધ થાય કે કર્મ નિર્જરા થાય ? આ સાંભળીને નવકાર ગણવાનો છોડવાનો નથી. વધારે ગણાય એનો પ્રયત્ન કરવાનો પણ તે ગણતાં ધ્યેય બદલવાની જરૂર છે.
જો નવકાર કર્મબંધ થાય એ રીતે ગણશો તો ભવાંતરમાં જલ્દી નવકાર ગણવાનો ન મલે એવો કર્મબંધ થશે અને કદાચ સંખ્યાતા કાળ-અસંખ્યાતા કાળ કે અનંતા કાળ સુધી નવકાર મળશે નહિ એવું પણ બનશે માટે સાવચેત થઇ જાવ.
જ્ઞાનીઓ કહે છે કે સંસારીક સાવધ પ્રવૃત્તિઓ કરતાં સફ્ળતા મલે એવી ભાવનાથી નવકારમંત્ર ગણવામાં આવે તો એ અસમ્યક્ નવકાર ગણેલો ગણાય છે. કારણકે તેનાથી કર્મબંધનું કારણ થાય છે અને એ સાવધ પ્રવૃત્તિના વ્યાપારથી છૂટવા માટે નવકારમંત્ર ગણવામાં આવે સંસારમાં જન્મ મરણની પરંપરા નાશ કરવા માટે નવકાર મંત્ર ગણવામાં આવે તો તે સમ્યગ્ નવકાર મંત્ર ગણેલો ગણાય છે કારણકે તેનાથી કર્મ નિર્જરા થાય છે.
આથી તિ એ થાય છે કે સમ્યક્ નવકાર ગણાતો એ કહેવાય છે. સુખની સામગ્રીમાં લીન ન બનાવે લીનતા તોડાવે અને દુ:ખની સામગ્રીમાં દીન ન થવા દે દીનતાનો નાશ કરે તે સમ્યગ્ નવકાર કહેવાય છે. તો આ માટે પ્રયત્ન કરી આપણો જ્ઞાન દર્શનનો જે ઉપયોગ ચાલે છે એને કર્મબંધના હેતુનો નાશ કરી કર્મ નિર્જરામાં ઉપયોગી થાય એવી રીતે પ્રયત્ન કરશું તોજ આપણો ઉપયોગ સાદિ અનંતકાળ વાળા જલ્દી બની શકશે.
આ શ્રુતે જીવતત્વ પૂર્ણ થયું
Page 45 of 78