________________
પછી તે જોયેલા રૂપી પદાર્થોમાં રાગાદિ પરિણામ કરવાનું શું પ્રયોજન ? અ રૂપી પદાર્થોના રાગાદિ પરિણામ મમત્વ ભાવના કારણે જીવો પોતાનો, જન્મ મરણ આદિદુ:ખ રૂપ સંસાર વધારતા જાય છે તો આપણે સંસાર વધારવો છે કે ઘટાડવો છે એ રોજ વિચાર કરવાનો છે. જો એ વિચાર કરતાં રહીશું તો જ ભગવાન આપણને ગમશે દેવ, ગુરૂ અને ધર્મની પ્રવૃત્તિ એકાગ્રચિત્તે કરવાની સ્થિરતા આવશે અને એના પ્રતાપે જ જગતમાં રહેલા યુગલોનો સ્વભાવ કેવો હોય છે તેની વિશેષ ઓળખાણ થશે અને તોજ આત્મગુણના દર્શનનું ઉત્થાન થશે.
આપણે જગતમાં રહેલા બધા જ રૂપી પદાર્થો જોઇ શકીએ એવો નિયમ નથી એટલે કે દારિક શરીરો પણ બધા જ દેખી શકીએ એવી તાકાત નથી કારણ કે બાદર અપર્યાપ્તા કે પર્યાપ્તા પૃથ્વીકાય આદિ એક જીવના શરીરને પણ જોવાની શક્તિ આપણામાં નથી. તે અસંખ્યાતા શરીરો ભેગા થાય ત્યારેજ જોઇ શકાય છે.
મતિજ્ઞાની જીવો-ધૂતજ્ઞાની જીવો-વિશિષ્ટ શ્રુતજ્ઞાની જીવો કે સામાન્ય અવધિજ્ઞાની જીવો પણ એ દારીક શરીર ને જોઇ શકતા નથી. વિશિષ્ટ અવધિજ્ઞાની હોય તેજ તે શરીરને જોઇ શકે છે. એવી જ રીતે આઠ ગ્રહણ યોગ્ય અને આઠ અગ્રહણ યોગ્ય વર્ગણાઓનાં પુદ્ગલો જગતમાં હોય છે તે દરેક જે ગ્રહણ યોગ્ય વર્ગણાના પુગલો છે તે એક એક વર્ગણાઓ કરતાં સૂક્ષ્મ-સૂક્ષ્મતર પુદગલો હોય છે તેમાંની છેલ્લી કાર્મણ ગ્રહણ યોગ્ય વર્ગણાના પુગલો હોય છે તે પુગલોને વિશિષ્ટ અવધિજ્ઞાની મનુષ્યો જ જોઇ શકે છે. દેવલોકના નવમા ગ્રેવેયક સુધીનાં દેવોને અવધિજ્ઞાન હોય છે છતાં તે અવધિજ્ઞાનથી પણ કાર્પણ વર્ગણાના પુદ્ગલોને જોઇ શકતા નથી. અનુત્તરવાસી દેવતાઓ અવધિજ્ઞાનના બળે તે કામણ વર્ગણાના પુદ્ગલોને જોઇ શકે છે. આથી અવધિજ્ઞાનનો ક્ષયોપશમ ભાવ પણ વિચિત્ર પ્રકારનો હોય છે અને આથી જ તેનાં અસંખ્યાતા ભેદો થાય છે.
મન: પર્યવજ્ઞાન અને અવધિજ્ઞાન શ્રુતજ્ઞાનની આગળ બચ્ચા જેવા હોય છે કારણકે મન:પર્યવજ્ઞાન પેદા થાય તો સન્ની જીવોનાં મનોવર્ગણાના પગલાને જોઇ શકે પણ જાણવા માટે શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમાં ભાવ પણ જોઇએ છે એવી જ રીતે અવધિજ્ઞાનથી જગતમાં રહેલા રૂપી પુદ્ગલોના ઢગલાને દેખી શકે છે. પણ એ ઢગલા કઇ વર્ગણાના પગલોના છે તે શ્રુતજ્ઞાનના ક્ષયોપશમ વગર ખબર પડે નહિ માટે એમ કહેવાય છે કે શ્રુતજ્ઞાનની આગળ મનઃ પર્યવજ્ઞાન અને અવધિજ્ઞાન બચ્ચા જેવું છે. કોની જેમ ? જેમ જગતમાં ડોક્ટરની ડીગરી વાળા જીવો અનેક હોય છે તેઓને શરીરના બધા અંગોપાંગ આદિનું જ્ઞાન હોય છે છતાં ચામડીના સ્પેશ્યાલીસ્ટ-આંખના સ્પેશીયાલીસ્ટ-કાનના સ્પેશીયાલીસ્ટ ઇત્યાદિ હોય છે. તેનું કારણ એ છે કે એ એ વિષયમાં તે ડોક્ટરોએ વિશેષ રીતે અભ્યાસ કર્યો છે માટે તેમાં તેઓ વધારે ઉંડા ઉતર્યા છે તેથી તેઓને તે તે બાબતનું જ્ઞાન વિશેષ હોય છે. તેવી જ રીતે અવધિજ્ઞાની અને મનઃ પર્યવજ્ઞાની માટે જાણવું.
આથી જ્ઞાની ભગવંતો કહે છે કે સામાન્ય શ્રુતજ્ઞાની જીવોને પણ અવધિજ્ઞાન પેદા થઇ શકે છે. મન:પર્યવજ્ઞાન પણ પેદા થઇ શકે છે. મધ્યમ શ્રુત જ્ઞાનીને પણ થાય અને વિશિષ્ટ શ્રુતજ્ઞાનીને પણ અવધિજ્ઞાન-મન:પર્યવજ્ઞાન પેદા થઇ શકે છે. પણ કેવલજ્ઞાન પામવા માટે અવધિજ્ઞાન કે મન:પર્યવજ્ઞાન જોઇએ જ એવો નિયમ નહિ.
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન એ બે જ્ઞાનવાળો જીવ પણ કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. મતિ-શ્રુત-અવધિ એ. ત્રણ જ્ઞાનવાળા જીવો પણ કેવલજ્ઞાન પામી શકે છે. મતિ-શ્રુત-મન:પર્યવ એ ત્રણ જ્ઞાનવાળા જીવો પણ કેવલજ્ઞાન પામી શકે છે અને મતિ-મૃત-અવધિ અને મન:પર્યવ એ ચાર જ્ઞાનવાળા પણ કેવલજ્ઞાન પામી શકે છે.
અગ્રહણ યોગ્ય વર્ગણાઓ કરતાં ગ્રહણ યોગ્ય વર્ગણાઓના પુદ્ગલો હંમેશા સૂક્ષ્મ જ હોય છે. એ
Page 53 of 18