________________
સિધ્ધથી અનંતમાં ભાગ જેટલા પરમાણુઓથી અધિક વાળી વર્ગણાઓ ન થાય ત્યાં સુધીની અગ્રહણયોગ્ય. જાણવી. આ બધી અગ્રહણ યોગ્ય વર્ગણાઓ જગતમાં અનંતી હોય છે પણ તે ઓદારીક શરીરવાળા જીવોને ઉપયોગી થઇ શકતી નથી. માટે અગ્રહણયોગ્ય ગણાય છે. (૨) ઔદારિક ગ્રહણ યોગ્ય વર્ગણાઓ :
દારિક અગ્રહણ યોગ્ય વર્ગણાઓના જે પુગલો હોય છે તે જ્યારે અભવ્યથી અનંત ગુણ અધિક અથવા સિધ્ધથી અનંતમાં ભાગ જેટલા પરમાણુઓની વર્ગણાઓનાં સ્કંધો શરૂ થાય ત્યારથી ગ્રહણ યોગ્ય બને છે એટલે કે દારિક અંગ્રહણ યોગ્યની છેલ્લી વર્ગણામાં એક પરમાણુ ઉમેરાય અને જે વર્ગણા. બને તે ગ્રહણ યોગ્ય વર્ગણા શરૂ થાય છે. આ ગ્રહણ યોગ્ય વર્ગણાઓ એક એક પરમાણુઓથી અધિક કરતાં કરતાં પહેલી ગ્રહણ યોગ્ય જે વર્ગણા હોય છે. તેમાં જેટલા પરમાણુઓ રહેલા હોય છે તેના અનંતમાં ભાગ જેટલા પરમાણુઓ સુધી એક એક પરમાણુ અધિક સુધી જેટલી વર્ગણાઓ થાય તે બધી ગ્રહણ યોગ્ય એટલે ઓદારિક ગ્રહણ યોગ્ય વર્ગણાઓ થાય છે. એ છેલ્લી ઉત્કૃષ્ટ વર્ગણા કહેવાય છે.
અસત કલ્પનાથી ૧૦૦૦ (એક હજાર) પરમાણુઓ સુધીની વર્ગણાઓ દારિક અગ્રહણ યોગ વર્ગણાઓ હતી તે એક હજાર પછી એક પરમાણુ અધિકવાળી એક હજાર એકથી અગ્યારસો પરમાણુઓ સુધીની જે વર્ગણાઓ થાય તે બધી ક્રમસર ગ્રહણયોગ્ય વર્ગણાઓ રૂપે કહેવાય છે. " આ ઓદારિક શરીરને માટે ઓછા પરમાણુઓવાળી વર્ગણાઓ જેમ ન ચાલે તેમ જેટલી. ગ્રહણયોગ્ય હોય એનાથી અધિક પરમાણુઓ વાળી વર્ગણાઓ પણ ચાલે નહિ કારણ કે ઓછા પરમાણુઓ. વાળી વર્ગણાઓમાં પરમાણુઓ ઘટે છે માટે ન ચાલે એવી જ રીતે જેટલા જોઇએ તેનાથી પરમાણુઓ અધિક થઇ જતા એ સ્થલ રૂપે બને છે માટે તે પણ ચાલે નહિ અને સૂક્ષ્મરૂપે પણ બની જાય છે માટે અયોગ્ય કીધી. (૩) વૈક્રીય અગ્રહણ યોગ્ય વર્ગણાઓ :
દારિક ગ્રહણ યોગ્ય જે વર્ગણાઓ હોય છે તેમાં એક પરમાણુ અધિકથી શરૂ કરીને એક એક પરમાણુથી યાવત અનંતા પરમાણુઓ અધિકવાળી વર્ગણાઓ વક્રીય શરીરને માટે અગ્રહણ યોગ્ય રૂપે ગણાય છે અને તે દારિકને માટે પણ અગ્રહણ યોગ્ય રૂપે ગણાય છે. એટલે કે અસત કલ્પનાથી
દારિક ગ્રહણ યોગ્ય ૧૧૦૦ પરમાણુ સુધી ગ્રહણ યોગ્ય હતી તેમાં એક પરમાણુ અધિક થતાં ૧૧૦૧ થી ૨૧૦૦ સુધીની જેટલી વર્ગણાઓ થાય તે વક્રીય અગ્રહણ યોગ્ય વર્ગણાઓ રૂપે બને છે તે વક્રીય શરીરવાળા ગ્રહણ કરી શકતા નથી. (૪) વૈક્રીય ગ્રહણયોગ્ય વર્ગણાઓ :
વક્રીય અગ્રહણ યોગ્ય વર્ગણાઓની જે છેલ્લી વર્ગણા આવે તેમાં એક પરમાણુ અધિક વાળી વર્ગણા. શરૂ થાય તે વક્રીય ગ્રહણ યોગ્ય વર્ગણાની પેહલી વર્ગણા કહેવાય છે એટલે અહીંથી ગ્રહણ માટે યોગ્ય થાય છે. આ પહેલી વર્ગણામાં જેટલા પરમાણુઓ હોય છે. તેના અનંતમા ભાગ જેટલા પરમાણુઓની સંખ્યા સુધી એક એક પરમાણઓ અધિક કરતાં છેલ્લી જે વર્ગણા થાય તે વક્રીય ગ્રહણ યોગ્ય વર્ગણાની છેલ્લી વર્ગણા કહેવાય છે.
અસત્ કલ્પનાથી ૨૧૦૧ પરમાણુઓની બનેલી જે વર્ગણા થાય તે વૈક્રીય ગ્રહણ યોગ્યની પહેલી વર્ગણા ગણાય તેમાં એક એક પરમાણુ અધિક કરતાં કરતાં ૨૨૦૦ પરમાણુઓ સુધીની જે વર્ગમાં આવે તે વક્રીય ગ્રહણ યોગ્ય વર્ગણાની ઉત્કૃષ્ટ વર્ગણા કહેવાય છે. (૫) આહારક અંગ્રહણયોગ્ય વર્ગણાઓ :
વક્રીય ગ્રહણ યોગ્ય વર્ગણાથી એક પરમાણું અધિક વર્ગણાથી શરૂ કરીને ક્રમસર અનંતા પરમાણુઓ અધિક વાળી જે વર્ગણાઓ થાયતે આહારક અંગ્રહણયોગ્ય વર્ગણાઓ કહેવાય છે. આ આહારકને માટે અંગ્રહણ યોગ્ય છે. તેમ વૈક્રીયને માટે પણ અગ્રહણયોગ્ય છે. અસત્ કલ્પનાથી ૨૨૦૧
Page 61 of 78