________________
બાંધે તો સીત્તેર કોટાકોટી સાગરોપમની બાંધી શકે છે. આ ઉત્કૃષ્ટ સ્થિતિ સન્ની પર્યાપ્તા ચારે ગતિના જીવો બાંધી શકે છે પણ અસન્ની જીવો આવી ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ કદી કરતા જ નથી.
આવી ઉત્કૃષ્ટ સ્થિતિ મનની શક્તિ જે મળેલી છે તેના દુરૂપયોગથી જ પેદા થાય છે. માટે કહેવાય છે કે મનુષ્ય ધારે તો એ મનની શક્તિનો એવો ઉપયોગ કરતો થાય કે જેથી પોતાની સંપૂર્ણ આત્મશક્તિ પેદા કરી શકે છે. માટે જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે જીવોનું મન જ બંધનું કારણ થઇ શકે અને મુક્તિનું
કારણ થઇ શકે છે.
આથી અધ્ધા પલ્યોપમ અને સાગરોપમથી આયુષ્યસ્થિતિ કાળ અને કાય સ્થિતિનો બંધ તથા કર્મોની સ્થિતિ બાંધી શકાય છે એટલે મપાય છે એ આ માપવામાં ઉપયોગી થાય છે. મનુષ્ય અને તિયંચનું આયુષ્ય ત્રણ પલ્યોપમનું હોય છે. દેવતા અને નારકીનું ૩૩ સાગરોપમનું હોય છે. પાંચ દેવકુરૂક્ષેત્ર. પાંચ ઉત્તર કુરૂ ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો ૩ પલ્યોપમ સુધી જીવી શકે છે તથા અવસરપીણી કાળમાં પાંચ ભરત અને પાંચ ઐરવત ક્ષેત્રને વિષે પહેલો આરો ચાર કોટાકોટી સાગરોપમનો હોય છે તેમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો ૩ પલ્યોપમ સુધી પોતાના આયુષ્ય મુજબ જીવી શકે છે.
પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોનું ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્વક્રોડ વરસનું હોય છે જ્યારે ત્યાં ઉત્પન્ન થયેલા તીર્થંકરોનું સદા માટે ૮૪ લાખ પૂર્વ વર્ષ સુધીનું આયુષ્ય હોય છે.
જ્યારે પાંચ ભરત અને પાંચ ઐરવત ક્ષેત્રને વિષે અવસરપીણી કાળમાં ઉત્પન્ન થયેલા ત્રીજા આરાના છેડે ઉત્પન્ન થયેલા પહેલા તીર્થંકર પરમાત્માનું આયુષ્ય ૮૪ લાખ પૂર્વ વર્ષ હોય છે અને ઉત્તરપિણી કાળમાં ચોવીશમા જે તીર્થંકર થાય તેઓનું ૮૪ લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય હોય છે અને અવસરપિણીકાળમાં ચોવીશમાં છેલ્લા તીર્થંકરનું અને ઉત્તરપિણીકાળના પહેલા તીર્થંકરનું ૭૨ વરસનું આયુષ્ય હોય છે.
આ બધુ નિયત એટલે શાશ્વત રૂપે સદા કાળ માટે આ રીતે જ ચાલ્યા કરે છે એમ સમજવાનું આમાં કોઇ ફેરફાર થતો નથી. આવી રીતે મોટાભાગના બધાય જીવો અનંતા પુદ્ગલ પરાવર્ત કાળચક્ર પસાર કરીને આવેલા છે એટલે મનુષ્યપણું પામેલા હોય છે.
એક કાલચક્રમાં એટલે વીશ કોટાકોટી સાગરોપમ કાળમાં બે ચોવીશીઓ આવે એટલે માત્ર બે કોટાકોટી સાગરોપમ કાળ સુધી જ ધર્મ પાંચ ભરત અને પાંચ ઐરવત ક્ષેત્રોમાં હોય છે. બાકીનો અઢાર કોટાકોટો સાગરોપમ જેટલો કાળ મોટે ભાગે યુગલિક કાળ હોય છે.
અવસરપિણી કાળનું વર્ણન
આ કાળના છ આરા હોય છે. તેમાં પહેલો આરો સુષમ-સુષમ નામનો હોય છે અને તે ૪ કોટાકોટી સાગરોપમ વાળો હોય છે. એ કાળમાં ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા મનુષ્યો ત્રણ ગાઉની કાયાવાળા મનુષ્યો યુગલીક રૂપે ઉત્પન્ન થયેલા કલ્પવૃક્ષથી જીવનારા હોય છે. આ આરાના કાળનું વર્ણન દેવકુરૂ ઉત્તરકુરૂ ક્ષેત્ર જેવું હોય છે.
બીજો આરો સુષમા નામનો યુગલિક કાળ હોય છે. કલ્પવૃક્ષથી જીવનારા મનુષ્યો હોય છે. બે પલ્યોપમના આયુષ્યવાળા બે ગાઉની કાયાવાળા હોય છે. આ આરાનો કાળ ૩ સાગરોપમનો હોય છે. આ આરાનું વર્ણન મહાહિમવંત ક્ષેત્રની જેમ હોય છે. ત્રીજો આરો સુષમા દુષમા નામનો બે સાગરોપમ કાળ વાળો હોય છે. શરૂઆતમાં મનુષ્યો અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા એટલે એક પલ્યોપમના આયુષ્યવાળા હોય છે. યુગલિક કાળ હોય છે. કલ્પવૃક્ષથી જીવનારા હોય છે અને હિમવંત ક્ષેત્રની જેમ બધુ વર્ણન હોય છે. પાછળથી છેલ્લે જ્યારથી કુલકરોની ઉત્પત્તિ થાય છે ત્યારથી મનુષ્યો સંખ્યાત વર્ષના આયુષ્યવાળા ઉત્પન્ન થાય છે. કલ્પવૃક્ષનો પ્રભાવ ઓછો થતો જાય છે માટે મનુષ્યોને ભૂખ લાગે તો ઉગેલા ધાન્ય અનાજ હોય તે કાચે કાચા ખાય છે. જ્યારે પાચન ન થાય ત્યારે અંદરોઅંદર લડવા માંડે છે તેમાં હકાર બોલે
Page 75 of 78