Book Title: Jeev Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 76
________________ એટલે શાંત થાય છે. એવી રીતે કુલ સાત કુલકરો થાય છે. તેમાં સાતમાં કુલકર નાભિ કુલકર થાય છે. એ નાભિકુલકરના ત્યાં પહેલા તીર્થકર શ્રી કષભદેવ ભગવાનનું ચ્યવન થયું અને જન્મ થયો છે તે વખતે જીલ્લા નાભિકુલકરનું પૂર્વક્રોડ વરસનું આયુષ્ય છે. મેરૂદેવા માતાનું પણ એટલું જ આયુષ્ય છે. ભગવાન શ્રી આદિનાથના જન્મ પછી તેઓ બાર લાખ પૂર્વ કુમારાવસ્થામાં રહે છે. વીશલાખંપૂર્વ વર્ષે રાજા બને છે અને સાંજના ગામ બહાર વા માટે હાથી ઉપર બેસી જાય છે ત્યાં ગામના દરવાજા બહાર થોડે દૂર બે પર્વતો અથડાવવાથી અગ્નિ પેદા થાય છે ત્યારથી બાદર અગ્નિકાયની શરૂઆત થાય છે અને તે બાદરા અગ્નિકાય જીવોનો પાંચમા આરાના છેડા સુધી ઉત્પત્તિ નાશ ચાલુ રહેશે. ત્રેસઠ લાખ પૂર્વ વર્ષ સુધી રાજગાદી ભોગવે અને ત્યાશી લાખ પૂર્વ કાળ પૂર્ણ થાય એટલે સંયમ લે છે. એક હજાર વર્ષ સુધી છમસ્થા પર્યાય પાળીને કેવલજ્ઞાનને પામે છે. ધર્મ તીર્થની સ્થાપના કરે છે અને ત્રીજા આરાના ૮૯ પખવાડીયા બાકી રહે ત્યારે પહેલા તીર્થકર નિર્વાણ પામે છે. એ ૮૯ પખવાડીયા પછી ચોથો આરો શરૂ થાય છે તે એક કોટાકોટી સાગરોપમમાં ૪૨ હજાર વર્ષ ન્યૂન સુધીનો હોય છે તે ચોથા આરામાં બાકીના ૨૩ તીર્થંકરો બાકીના ચક્રવર્તીઓ, બળદેવો, વાસુદેવો, પ્રતિવાસુદેવો વગેરે ઉત્પન્ન થાય છે. ચોથા આરાના ત્રણ વરસ અને સાડા આઠ મહિના બાકી રહે ત્યારે ચોવીસમા તીર્થંકર નિર્વાણ પામે છે અને પછી ત્રણ વરસ અને સાડા આઠ મહિને ચોથો આરો પર્ણ થાય છે અને પછી એકવીશ હજારનો પાંચમો આરો શરૂ થાય છે તે પાંચમા આરાના છેડા સુધી ચોવીશમાં. ભગવાનનું શાસન રહેશે. તે શાસનનો થોડો કાળ ઉધોત થતો દેખાશે. થોડો કાળ ઉધોત મંદ થતો દેખાશે એમ ચડતી પડતી થતાં થતાં એકવીશ હજાર વર્ષ સુધી શાસન રહેશે એ પાંચમા આરાના વીશ વર્ષ બાકી રહેશે એટલે એક પુણ્યાત્માનો જન્મ થશે જે ક્ષાયિક સમ્યક્ત્વ લઇને આવશે તે આત્મા બાર વરસ સંસારમાં રહેશે પછી સંયમનો સ્વીકાર કરશે. ૧૬ વર્ષની ઉંમરે આચાર્ય થશે અને વીસ વરસે કાળધર્મ પામીને દેવલોકમાં જશે એટલે પાંચમો આરો પૂર્ણ થશે. ત્યાર પછી એકવીશ હજાર વરસનો છઠ્ઠો આરો શરૂ થશે તે છઠ્ઠા આરામાં મકાનો વગેરે કશું રહેશે નહિ. ચારે બાજુ બધે જ પાણી પાણી થઇ જશે અર્થાત પાણી ભરાઇ જશે. મનુષ્યો જે હશે તેમને ઉપાડીને વેતાદ્ય પર્વતની ગુફાઓનાં બીલમાં દેવતાઓ મુકી દેશે. એ કાળમાં ગરમી એટલી સપ્ત પડશે કે તે બીલોમાંથી દિવસના મનુષ્યો બહાર નીકળી શકશે નહિ. સાંજના સૂર્યાસ્ત થયા પછી બહાર નીકળશે. પગની પાની ભીંજાય એટલું પાણી ખાબોચીયા રૂપે રહેશે. એ કાદવમાં રહેલા માછલાઓને કાઢીને એનો આહાર કરશે. એ જીવોનાં શરીરની ઉંચાઇ બે હાથની રહેશે. આયુષ્ય વીશ વર્ષનું અને ઓછુ થતાં દશા વરસનું રહેશે. છ વરસની છોકરી પ્રસવ કરશે એટલે બાળકને જન્મ આપશે. મેથુનનું પાપ પણ તિર્યંચોની. જેમ રહેશે. પાણીની તરસ છિપાવવા માટે કાદવના ચોસલા ચૂસી ચૂસને તરસ છીપાવશે. ઉત્સરપિણી કાળમાં અવસરપીણી કરતાં ઉંધા ક્રમથી આરાની શરૂઆત થશે પહેલો આરો ૨૧ હજાર વર્ષનો, બીજો એકવીશ હજાર વર્ષનો, ત્રીજો આરો એક કોટાકોટીમાં ૪૨ હજાર વર્ષ ન્યૂન, ચોથો આરો બે કોટાકોટી સાગરોપમનો, પાંચમો આરો ૩ કોટાકોટી સાગરોપમનો અને છઠ્ઠો આરો ૪ કોટાકોટી સાગરોપમનો હોય છે. આથી એમ કહેવાય છે કે ૧૮ કોટાકોટી સાગરોપમ કાળ યુગલિક રૂપે હોય છે. પુદ્ગલ પરાવર્તનું સ્વરૂપ આઠ પ્રકારના પૂગલ પરાવર્તી હોય છે. (૧) બાદર દ્રવ્ય પુદ્ગલ પરાવતી (૨) સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત (૩) બાદર ક્ષેત્ર પુદગલ પરાવર્તી Page 76 of 78

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78