________________
થઇ જાય છે. એ જીવો છેલ્લે યુગલિયાને જન્મ આપે એટલે પોતાના આયુષ્યના મોટાભાગે છ માસ કે એથી ઓછો કાળ રહે ત્યારે જન્મ આપે છે.
હવે જ્યારે સંપૂર્ણ પ્યાલો જે ભરાયેલો હોય છે તેમાંથી સો-સો વરસે એક એક વાળનો ટુકડો કાઢવાનો હોય છે. એ રીતે કાઢતા કાઢતા જેટલા વર્ષે પ્યાલો ખાલી થાય તેટલા વર્ષોને એક પલ્યોપમ કાળ કહેવાય છે.
આવા દશ કોટાકોટી પલ્યોપમ કાળ બરાબર એક સાગરોપમ કાળ કહેવાય છે.
અહીંયા પાંચ-પચ્ચીશ-પચાસ-સો વરસના અનુકૂળતામાં લ્હેર કરવાથી પ્રતિકૂળતામાં નારાજગી કરીને દ્વેષ કરવાથી જો નરકમાં ચાલ્યા ગયા તો જઘન્યથી દશ હજાર વરસ સુધી દુઃખની સજા અને વધારેમાં વધારે ત્રણ સાગરોપમ કાળ એટલે ૩૦ કોટાકોટી પલ્યોપમ કાળ સુધીની સજા થાય. વિચારી જુઓ
કેટલી મોટી સજા છે ખ્યાલ આવે છે ?
જગતમાં રહેલા જીવોનાં આયુષ્યની માપણી આ પલ્યોપમ અને સાગરોપમના માપથી કરવાની હોય છે. જો કદાચ નરકમાં ન ગયા અને નિગોદમાં ચાલ્યા ગયા તો વિચાર જો કે વહેલા નીકળવાના ચાન્સ મલશે નહિ અસંખ્યાત કાળ કે અનંતા કાળે નીકળાશે ખબર છે તે કાળ કેટલો થાય ?
૧૦ કોટાકોટી સાગરોપમ = ૧ ઉત્તરપિણી
૧૦ કોટાકોટી સાગરોપમ = ૧ અવસરપિણી
૨૦ કોટાકોટી સાગરોપમ = ૧ કાળચક્ર
આવી અસંખ્યાતી ઉત્સરપીણી અને અસંખ્યાતી અવસરપીણી કાળ થાય એટલે અસંખ્યાતા કાલચક્ર અને અનંતા કાળમાં અનંતા કાળ ચક્ર પસાર થાય. આ ઉપરથી વિચારો કે અત્યાર સુધી અનંતો કાળ પસાર કરીને આવ્યા તે આટલો કાળ થયો હજી પણ જો અનુકૂળ પદાર્થોમાં સાવધ ન રહ્યા એટલે રાગાદિ પરિણામથી નિર્લેપ થવા પ્રયત્ન ન કર્યો તો હજી અનંતો કાળ કદાચ રખડવા જવું પડે એમ પણ
બને.
માટે મળેલી સામગ્રી આટલી સુંદર છે તેનો ઉપયોગ એવો કરીએ કે જેથી રખડપટ્ટીમાં જવું ન પડે. (૧) બાદર ઉધ્ધાર પલ્યોપમ
(૨) સૂક્ષ્મ ઉધ્ધાર પલ્યોપમ
(૩) બાદર અધ્ધા પલ્યોપમ (૪) સૂક્ષ્મ અધ્ધા પલ્યોપમ (૫) બાદર ક્ષેત્ર પલ્યોપમ (૬) સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ
આજ રીતે સાગરોપમના પણ ભેદો થાય છે. બાદર પલ્યોપમ અને સાગરોપમ સૂક્ષ્મને સમજવા માટે છે. અઢી સૂક્ષ્મ ઉધ્ધાર પલ્યોપમના કાળનાં જેટલા સમયો થાય એટલે કે ૨૫ કોટાકોટી ઉધ્ધાર પલ્યોપમનાં જેટલા સમયો થાય એટલા દ્વોપ અને સમુદ્રો જગતમાં હોય છે એટલે કે જગતમાં જેટલા જેટલા સારા નામવાળા પદાર્થો હોય છે તે દરેક નામવાળા અસંખ્યાતા અસંખ્યાતા દ્વીપો તેમજ અસંખ્યાતા અસંખ્યાતા સમુદ્રો સદા માટે રહેલા હોય છે. જેમકે તિર્હાલોકની મધ્યમાં બરાબર જંબુદ્વીપ આવેલો છે. એ જંબૂ નામના બીજા દ્વીપો જગતમાં અસંખ્યાતા હોય છે એમ દરેક નામ માટે સમજી લેવું.
સૂક્ષ્મ અધ્ધા પલ્યોપમ અને સાગરોપમની કર્મની બંધાતી સ્થિતિ આયુષ્ય વગેરે જાણવામાં ઉપયોગી થાય છે અને સૂક્ષ્મ ક્ષેત્ર કે બાદર ક્ષેત્ર પલ્યોપમ અને સાગરોપમથી જગતમાં અસંખ્યાતી ચીજો કે જીવો જે રહેલા હોય છે તે કેટલા કેટલા હોય છે તેના માપની સંખ્યા માટે ઉપયોગી થાય છે.
જીવ આયુષ્યનો બંધ કરે તો વધારેમાં વધારે ૩૩ સાગરોપમનું અને કર્મની સ્થિતિ વધારેમાં વધારે
Page 74 of 78